Ahmedabad: ઈરાનથી મુક્ત થઇ પરત ફરેલા દંપતીનો પ્રથમ Video સામે આવ્યો
TV9ના અહેવાલ બાદ સરકાર દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય દૂતાવાસ તેમજ વિદેશ મંત્રાલય, ઈરાનના ડેપ્યુટી ચીફ કમિશનરનો પણ તાત્કાલિક સંપર્ક કરી દંપતીને હેમખેમ છોડાવ્યા અને ભારત લાવવા મદદ કરી
Ahmedabad : ઈરાનમાં બંધક બનાવાયેલ દંપતી મુક્ત થઇ આજે અમદાવાદ પરત આવ્યા છે. ચાર મહિનાની ગર્ભવતી નિશાને હેમખેમ પરત પહોચાડવા બદલ પરિવારે હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. જેમાં પીડિત પંકજ પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે પત્નિ નિશાએ કહ્યુ – અહીંયાઅમે સેફ પહોંચી ગયા છીએ. તેમજ ક્રાઇમ બ્રાંચ અમદાવાદ અને હર્ષ સંઘવી સાહેબનો અમે ખુબ ખુબ આભાર માંનીએ છીએ કે અમને સેફ અહીંયા લાવ્યા.
TV9ના અહેવાલ બાદ સરકાર દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય દૂતાવાસ તેમજ વિદેશ મંત્રાલય, ઈરાનના ડેપ્યુટી ચીફ કમિશનરનો પણ તાત્કાલિક સંપર્ક કરી દંપતીને હેમખેમ છોડાવ્યા અને ભારત લાવવા મદદ કરી. આજે પંકજ અને નિશાને પોતાના પરિવાર સુધી પહોચાડ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો