અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આવેલા વિકાસ એસ્ટેટમાં ફટાકડા ફેક્ટરીમાં આગ લાગેલી આગ પર આખરે 4 કલાકની ભારે જહેમત બાદ કાબુ કરી શકાયો છે. આ આગ એટલી વિકરાળ હતી કે કલાકો સુધી તેના પર કાબુ કરી શકાયો ન હતો અને આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારને પણ ખાલી કરવાની ફરજ પડી હતી. આ આગે તંત્ર સામે પણ અનેક સવાલ ખડા કર્યા છે.
વિકાસમાં 180 ગોડાઉન આવેલા છે જે પૈકી 40 ગોડાઉન તો માત્ર ફટાકડાના જ છે. જેમાં 40 પૈકી માત્ર 13 ગોડાઉન પાસે જ અધિકૃત લાયસન્સ હતા. બાકીના ગોડાઉન વગર લાયસન્સે ગેરકાયદે રીતે ધમધમી રહ્યા હતા. વિકાસ એસ્ટેટના સભ્ય દીપક પટેલે મનપા તંત્ર અને પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
આગની શક્યતાને લઈને વારંવાર એસ્ટેટને રજૂઆત કરી હતી. મોટાભાગની ફટાકડાની ફેક્ટરીઓ આવેલી હોવાથી આગ લાગવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી. આ અંગે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, સ્થાનિક પોલીસ સહિતનાને લેખિતમાં અરજી કરાઈ હતી. છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો: Gujarati Video: બાપુનગરમાં કલાકોની જહેમત બાદ પણ આગ પર નથી કરાયો કાબુ, લેવાઈ રોબોટની મદદ
વિકાસ એસ્ટેટમાં લાગેલી આજની આગમાં અન્ય ફેક્ટરીવાળાને લાખોનું નુકસાન પહોંચ્યુ છે. તેમના શેડ બળી ગયા છે. તેમની મશીનરીને પણ ભીષણ આગને કારણે મોટુ નુકસાન પહોંચ્યુ છે. આગમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરી અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ કે અહીં ગેરકાયદે ફેક્ટરી અંગે આજની આગ બાદ જ જાણકારી મળી છે આથી આવા ગેરકાયદે ફેક્ટરી ચલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:52 pm, Wed, 10 May 23