અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં, તહેવારો પૂર્વે જ એનઓસી વિનાની 7 રેસ્ટોરન્ટ અને 2 ક્લાસીસને સીલ માર્યા

અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં, તહેવારો પૂર્વે જ એનઓસી વિનાની 7 રેસ્ટોરન્ટ અને 2 ક્લાસીસને સીલ માર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 11:29 PM

અમદાવાદ ફાયર વિભાગે દિવાળીના તહેવારો પૂર્વે જ અન્ય 24 હોટલોને ક્લોઝર નોટિસ ફટકારી છે. તેમજ તહેવારના સમયે જ ફાયર વિભાગની કાર્યવાહીથી સંચાલકોમાં દોડધામ મચવા પામી છે.

અમદાવાદ કોર્પોરેશનને(AMC)ફાયર એનઓસી(NOC)મુદ્દે હાઇકોર્ટે સ્પસ્ટ દિશા નિર્દેશ આપ્યા છે. જેના પગલે અમદાવાદ ફાયર વિભાગે(Fire Departmement) NOC મામલે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં હોસ્પિટલ બાદ હવે NOC વિનાની રેસ્ટોરન્ટ અને ક્લાસીસ પર ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં અમદાવાદમાં 7 રેસ્ટોરન્ટ અને 2 ક્લાસીસ પાસે ફાયર એનઓસી નહિ હોવાથી સીલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ ફાયર વિભાગે દિવાળીના તહેવારો પૂર્વે જ અન્ય 24 હોટલોને ક્લોઝર નોટિસ ફટકારી છે. તેમજ તહેવારના સમયે જ ફાયર વિભાગની કાર્યવાહીથી સંચાલકોમાં દોડધામ મચવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, AMC હાઈકોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 2500થી વધુ પ્રિમાઈઝીસને સીલ મારવામાં આવ્યા છે. જેમાં 1295 દુકાન અને ઓફિસ છે. જયારે 660 હોટલ અને રેસ્ટોરન્ટને પણ સીલ કરવામાં આવ્યા છે. 603 શાળા અને કોલેજને સીલ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 2 હોસ્પિટલને પણ સીલ કરવામાં આવી છે… અમદાવાદ કોર્પોરેશન દ્વારા 250 શાળાને ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે…

રાજ્યમાં ફાયર સેફટી એકટના અમલ અંગે જાહેરહિતની અરજી થઈ હતી.જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. AMCના જવાબ અનુસાર અમદાવાદમાં 10,222 બિલ્ડીંગ છે. જેમાંથી 2,456 ઈમારતો એવી છે કે, જેની પાસે ફાયર NOC નથી જેમાં 1,449 રહેણાંક બિલ્ડીંગ છે. તો બીજી તરફ 508 બિલ્ડીંગ એવી છે કે, રહેણાંક સાથે કોમર્શિયલ છે. 63 બિલ્ડીંગ કોમર્શિયલ છે. જેની પાસે ફાયર NOC નથી. બીજી તરફ અમદાવાદમાં 417 શાળા એવી છે કે, જેમની પાસે ફાયર NOC નથી સાથે જ 10 મોલ ઓડિટોરિયમ, મલ્ટિપ્લેક્સ, થિયેટર પાસે NOCનથી.

આ પણ વાંચો : ગુજરાતમાં બુધવાર મધરાતથી જાહેર કરાયેલી એસ.ટી. કર્મચારીઓની હડતાળ મોકૂફ રખાઇ

આ પણ વાંચો :  રાજકોટમાં અતિવૃષ્ટીનો રિ-સર્વે કરવા કોંગ્રેસની માંગ, ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઉઠાવ્યા સવાલ

g clip-path="url(#clip0_868_265)">