Ahmedabad: કાંકરિયા તળાવમાં હોરર હાઉસમાં આગ લાગી, શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન, જાણો કેટલુ નુકસાન થયુ
પ્રાથમિક જાણકારી અનુસાર શોર્ટ સર્કિટને કારણે અહીં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ તાત્કાલિક ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
અમદાવાદ (Ahmedabad) ના જાણીતા કાંકરિયા તળાવ (Kankariya lake)માં ફરી એક હોનારત બની છે. કાંકરિયા તળાવના હોરર હાઉસ (Horror House)માં શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ (Fire) લાગવાના કારણે હાઉસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. અમદાવાદીઓમાં સૌથી લોકપ્રિય આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. જેમાં વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, કિડ્ઝ સિટી, અટલ એક્સપ્રેસ ટ્રેન, હોરર હાઉસ, બલૂન રાઇડ જેવી લોકોને આકર્ષતી અનેક મનોરંજનની વસ્તુઓ છે.
જો કે આ પૈકીના જ મનોરંજનના સ્થળ હોરર હાઉસમાં શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. પ્રાથમિક જાણકારી અનુસાર શોર્ટ સર્કિટને કારણે અહીં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ તાત્કાલિક ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
જો કે મોડી રાત્રે આગ લાગી હોવાના કારણે મોટી જાનહાની ટળી છે. રાત્રે હોરર હાઉસમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ આગ લાગવાના કારણે હાઉસના પૂતળા અને અન્ય સામાન બળીને રાખ થઈ ગયો છે.
મહત્વનું છે કે વર્ષ 2019માં પણ કાંકરિયા સ્થિત બાલવાટિકામાં ડિસ્કવરી રાઇડ તૂટી પડી હતી. 30 ફૂટ ઊંચેથી રાઇડ નીચે પટકાઈ હતી. જેમાં 2 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 29 લોકોને ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો-
Ahmedabad: બુલેટ ટ્રેન માટે સુભાષબ્રિજ પાસે અન્ય એક બ્રિજ બનશે, કોર્પોરેશન દ્વારા કામગીરીનો પ્રારંભ
આ પણ વાંચો-