અમદાવાદના ધોળકામાં શિક્ષકે વટાવી બેશર્મીની હદ, વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય- Video

| Edited By: | Updated on: Jun 20, 2026 | 8:59 PM

અમદાવાદના ધોળકામાં એક શિક્ષકે બેશર્મીની હદ વટાવતા એક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃ્ય આચર્યુ. જેનાથી સમગ્ર શિક્ષણ જગત શર્મસાર થયુ છે. આ નરાધમ, વાસનાગ્રસ્ત શિક્ષકે ગુરુ શિષ્યના સંબંધોને પણ લાંછન લગાવ્યુ છે.

અમદાવાદના ધોળકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાએ ચકચાર મચાવી છે. સરકારી શાળાના શિક્ષક પર 13 વર્ષના સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો. પોલીસે સંવેદનશીલ ઘટનાને પર તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી શિક્ષકની ધરપકડ કરી. સમગ્ર બનાવની વાત કરીએ તો, ધોળકાના બામણપીઠ ખાતે આવેલી કુમાર શાળા નંબર-4 માં આરોપી વિજય સોલંકી શિક્ષક તરીકે નોકરી કરે છે.. તેઓએ ધોરણ 8ના વિદ્યાર્થી સાથે જાતીય સતામણી કરી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.. જેમાં ભોગ બનાર વિદ્યાર્થીને શિક્ષકે શાળાના કોમ્પ્યુટર લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ કોઈને આ ઘટનાની જાણ કરે તો મારી નાંખવાની પણ ધમકી આપી હતી..

નરાધમ શિક્ષક વિજય સોલંકીએ કરેલા કૃત્યથી વિદ્યાર્થી ગભરાઈ જતા. સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીએ પિતાને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો અને પોલીસે પોક્સો સહિતનો કલમો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષક વિજય સોલંકીની ધરપકડ કરી છે. સાથે શિક્ષકે અન્ય કોઈ વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કર્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠામાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી ઘટના, મૈત્રી કરાર કરનાર પ્રેમી યુગલને સમાજના બની બેસેલા ઠેકેદારોએ આપી તાલીબાની સજા- Video

Published on: Jun 20, 2026 08:58 PM
Follow Us