અમદાવાદમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળ યથાવત, કેન્ડલ માર્ચ કાઢી વિરોધ દર્શાવ્યો

અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 24 કલાકથી 200થી વધુ રેસિડેન્ટ તબીબો બેનર લઈ હડતાળ પર બેઠા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 9:49 PM

અમદાવાદમાં(Ahmedabad)રાજ્યના આરોગ્ય પ્રધાનની(Healt Minister)હડતાળ(Strike)મોકૂફ રાખવાની જાહેરાત વચ્ચે રેસિડેન્ટ ડોકટરોએ(Doctors)હડતાળ યથાવત રહેવાનો સૂર વ્યક્ત કર્યો છે. જેમાં આ ડોકટરોએ સ્પષ્ટ કર્યું છે અમારી આરોગ્ય મંત્રી સાથે કોઇ વાત થઈ નથી અને અમારી માંગણી માટેની હડતાળ હજુ ચાલુ જ છે.

NHL મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ કેન્ડલ માર્ચ કાઢી સરકારનો વિરોધ કર્યો.તબીબોએ જણાવ્યું કે, સરકારે અમારી સાથે કોઇ વાતચીત નથી કરી અને અમે સરકારને હડતાળ પરત ખેંચવા માટે કોઇ લેટર નથી આપ્યો.રાજ્યના તમામ જુનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત્ છે.

આ દરમ્યાન આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું કે, એક સપ્તાહમાં જ સમસ્યાનો ઉકેલ આવી જશે.રેસિડેન્ટ ડોક્ટરોનું ભારણ ઓછું કરવા હંગામી ધોરણે 543 રેસિડેન્ટ તબીબોની નિમણૂક કરાશે અને તેમનો પગાર મેડિકલ ઓફિસર જેટલો એટલે કે માસિક 63 હજાર રૂપિયા આપવાનો નિર્ણય કરાયો છે.

એડમિશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કુલ ડોકટરની સંખ્યાના 50 ટકાની મર્યાદામાં જુનિયર તબીબોની નિમણૂક કરવામાં આવશે.એટલું જ નહીં 3000 મહિલા નર્સની સરકારે ભરતી કરી છે. મેડિકલ ક્ષેત્રમાં મેન પાવર માટે નવા નિર્ણયો કર્યા છે. સરકાર હકારાત્મક છે ડૉક્ટરોએ પણ સમજવું પડશે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 24 કલાકથી 200થી વધુ રેસિડેન્ટ તબીબો બેનર લઈ હડતાળ પર બેઠા છે.. ઓપીડી, ICU અને અન્ય તમામ સેવાઓ તબીબોએ બંધ કરી છે… જેના પગલે હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે… હોસ્પિટલમાં માત્ર ઓપીડીની જ વાત કરીએ તો રોજના 2000થી વધુ દર્દીઓ આવે છે… હડતાળને પગલે આ તમામ દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે…

રેસિડેન્ટ ડોકટરોની હડતાલને કારણે સિવિલ હોસ્પિટલમાં આવી રહેલા દર્દીઓની આ સ્થિતિ છે…છેલ્લા ત્રણ દિવસથી રેસિડેન્ટ તબીબો હડતાલ પર છે..બીજે મેડિકલ કોલેજ, એનએચએલ મેડિકલ કોલેજ, સોલા GMERS મેડિકલ કોલેજ, એલજી, શારદાબેન અને જીસીએસ મેડિકલ કોલેજના બે હજારથી વધુ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે.

આ પણ વાંચો : સુરતમાં કોરોના રસીકરણ માટે મનપાનો નવો નિયમ, રસીના બે ડોઝ નહિ લીધા હોય તેને મફત સારવાર નહિ મળે

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસ નોંધાયા સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો

Follow Us:
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">