સુરતમાં કોરોના રસીકરણ માટે મનપાનો નવો નિયમ, રસીના બે ડોઝ નહિ લીધા હોય તેને મફત સારવાર નહિ મળે
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં ત્રણ બે દિવસથી સતત વધારો થઈ રહ્યો છે.રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ અને ઓમિક્રોન(Omicron)વેરીએન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ(Surat)નવો નિયમ બનાવ્યો છે જે મુજબ જે લોકોએ કોરોનાની બીજી રસી(Vaccine)નહીં લીધી હોય તેને મનપા તરફથી મફત સારવારનો લાભ નહી મળે. વેક્સીનના બંને ડોઝ લીઘા હોયતો સંક્રમણને ટાળી શકાય છે એવામં સુરત શહેરમાં 4.50 […]
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં ત્રણ બે દિવસથી સતત વધારો થઈ રહ્યો છે.રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ અને ઓમિક્રોન(Omicron)વેરીએન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ(Surat)નવો નિયમ બનાવ્યો છે જે મુજબ જે લોકોએ કોરોનાની બીજી રસી(Vaccine)નહીં લીધી હોય તેને મનપા તરફથી મફત સારવારનો લાભ નહી મળે.
વેક્સીનના બંને ડોઝ લીઘા હોયતો સંક્રમણને ટાળી શકાય છે એવામં સુરત શહેરમાં 4.50 લાખ લોકો કોરોના રસીનો બીજો ડોઝ નથી લીધો. લોકો વેક્સિનને લઈને વધુ જાગરૂત થાય તે માટે સુરત મનપા એ આ નવો નિયમ બનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરત મનપાના ડેપ્યુટી કમિશનર ( હેલ્થ ) ડો . આશિષ નાયકે જણાવ્યું કે , બીજો ડોઝ લેનાર વ્યક્તિઓને એનજીઓની(NGO) મદદથી એક લિટર મફત ખાદ્યતેલનું પાઉચ આપવાની યોજનાને સારું પ્રોત્સાહન મળી રહ્યું છે . અત્યાર સુધી 70,000 થી વધુ પાઉચો બીજો ડોઝ લેનાર લોકોને આપવામાં આવ્યા છે .
આમ, પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા નોક ધી ડોર કેમ્પઈન અને હવે ખાદ્ય તેલના ફ્રી પાઉચ આપવાની જાહેરાત બાદ પણ લોકો વેકસીનના બીજા ડોઝ માટે આળસ કરી રહ્યા છે. ત્યારે હવે આગામી અઠવાડિયે પાલિકા દ્વારા વેકસીનેશન ઝુંબેશ વધુ તેજ બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 કેસ નોંધાયા સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો
આ પણ વાંચો : ગુજરાતમાં રેસિડેન્ટ તબીબોની હડતાળને લઇને આરોગ્ય પ્રધાને કર્યો આ દાવો