અમદાવાદમાં બ્રાન્ડેડ ઘી, મસાલા અને સિગારેટના નામે નકલી ખાદ્ય પદાર્થો વેચતા રેકેટનો પર્દાફાશ, ₹15 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા!
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા બે ગોડાઉન પર ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ઉત્પાદનોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેરમાં નામચીન કંપનીઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવીને બજારમાં વેચવાના એક મોટા કૌભાંડનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા બે શંકાસ્પદ ગોડાઉન પર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુપ્ત બાતમીના આધારે અચાનક દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીઓના પેકિંગમાં નકલી સિગારેટ, નકલી ઘી, ચાની પત્તી, મસાલા અને વોશિંગ પાવડર સહિતની અસંખ્ય ડુપ્લિકેટ વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
લોકોના આરોગ્ય અને ખિસ્સા સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરતા આ નેટવર્ક પર ત્રાટકેલી પોલીસે ઘટનાસ્થળેથી ₹15 લાખથી વધુની કિંમતનો નકલી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચે આ ગેરકાયદેસર કૌભાંડ ચલાવતા ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આર્થિક તંગી અને અણધાર્યા ખર્ચથી પરેશાન છો? ચુંબકની જેમ પૈસાને આકર્ષિત કરે છે ફેંગશુઈની આ 4 ચમત્કારિક મૂર્તિઓ
Published on: May 24, 2026 09:39 PM
Follow Us