Ahmedabad : માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ઘટાડો નોંધાયો

| Edited By: | Updated on: Jan 15, 2022 | 11:48 PM

અમદાવાદમાં 15 જાન્યુઆરીએ શહેરમાં વધુ 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.જ્યારે 22 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત બે દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેમજ અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ બે દિવસથી ઘટી રહ્યા છે. જેના પગલે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. જેમાં 15 જાન્યુઆરીએ શહેરમાં વધુ 14 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.જ્યારે 22 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. આ સાથે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 165થી ઘટી 157 થઈ છે.

અમદાવાદમાં શહેરમાં 01 જાન્યુઆરીથી કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1903 થી લઇને 15 જાન્યુઆરી સુધી 20870 એ પહોંચી છે.

ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરીની મદદ લેશે

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતા મહાનગરપાલિકાએ ખાનગી લેબોરેટરીની મદદ લીધી છે.. જે અંતર્ગત કોરોના ટેસ્ટિંગ માટે AMC 9 ખાનગી લેબોરેટરીની મદદ લેશે. હેલ્થ કમિટીની ચેરમેનનું કહેવું છે કે આગામી સમયમાં જરૂરિયાત મુજબ સ્થળ અને ટેસ્ટિંગ દર નક્કી કરવામાં આવશે. જેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી લેવામાં આવશે.

દૈનિક અંદાજે 14000 ટેસ્ટિંગ

જેમાં આંકડાની વાત કરીએ તો દૈનિક અંદાજે 14000 ટેસ્ટિંગની સામે અત્યંત નજીવી સંખ્યામાં રિપોર્ટ સામે આવી રહ્યા છે.. દૈનિક લેવાતા સેમ્પલની સામે ઓછી સંખ્યામાં રિપોર્ટ આવતા હોવાથી મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે.અમદાવાદમાં હાલ ફક્ત SVP ખાતે જ RTPCR ટેસ્ટનીવ્યવસ્થા છે. આગામી સમયમાં અર્બન હેલ્થ સેન્ટર, રેલવે સ્ટેશન, ગીતામંદિર અને કાંકરિયા ખાતે વિનામૂલ્યે RTPCR ટેસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો : Bhavnagar : કોરોના જાગૃતિ અંગે પોલીસની અનોખી પહેલ, માસ્ક ડ્રાઈવ શરૂ કર્યું

આ પણ વાંચો : Ahmedabad : સરદાર નગરમાં અંગત અદાવતમાં આધેડની હત્યા, બે આરોપીની પોલીસે કરી ધરપકડ

Published on: Jan 15, 2022 11:46 PM