Ahmedabad : કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર સજ્જ, ટેસ્ટિંગ વધારવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટ ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 5:01 PM

અમદાવાદ(Ahmedabad) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના(Corona)  કેસોના પગલે તંત્રની ચિંતા વધી છે. જેના પગલે મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ(Lochan Sehra)  કોરોના અંગે તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે શહેરમાં વધતાં કોરોનાના કેસના પગલે શહેરમાં ટેસ્ટિંગ(Testing)  અને ટ્રેકિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ શહેરમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટ ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે.

મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ તેના અમલ માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. તેમજ કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે. તેમજ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

સોસાયટીના સભ્યોને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવું પડશે

ઉલ્લેખનીય છે કે, વધતા કોરોના સંક્રમણને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક નિર્ણય લીધો છે. જે મુજબ સોસાયટી-કોમ્પલેક્સના ચેરમેને કો-ઓર્ડિનેટરની કામગીરી કરવાની રહેશે. જે અંતર્ગત સોસાયટીના સભ્યોને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવું પડશે. તેમજ આરોગ્ય વિભાગની સર્વે અને ટેસ્ટિંગની કામગીરીમાં સહકાર આપવાનો રહેશે.

આ  પણ વાંચો :  કોરોના મહામારીને પગલે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ, અમદાવાદમાં યોજાનાર ફલાવર-શૉ અને પતંગોત્સવ રદ કરાયો

આ  પણ વાંચો : Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંત સંમેલનમાં હાજર 40 લોકો કોરોના સંક્રમિત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">