Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંત સંમેલનમાં હાજર 40 લોકો કોરોના સંક્રમિત
અમદાવાદમાં એક બાદ એક કોરોના વિસ્ફોટના કેસો સામે આવી રહ્યા છે. આ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદમાં એક બાદ એક કોરોના (Corona) વિસ્ફોટના કેસો સામે આવી રહ્યા છે. આ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati riverfront) પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં (Sant Samelan) હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
સંત સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
આ સમારોહમાં યોગીશેરનાથ બાપુ (જૂનાગઢ),નૌતમ સ્વામી, કથાકાર ગીતાદીદી, પ.પૂ હરિહરાનંદ (ભારતી આશ્રમ, અમદાવાદ), અક્ષરવત્સલ સ્વામી, આચાર્ય અવિચલદાસ મહારાજ, પ.પૂ લલિત કિશોરજી મહારાજ (લીંબડી), પરમાત્માનંદ મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.
અમદાવાદમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ
નોંધનીય છેકે અમદાવાદ શહેરમાં ધીરેધીરે કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે. તેમાં પણ મોટા સંમેલનો અને મેળાવડાને કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય તેવું ફલિત થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં 5 જાન્યુઆરીએ નવા 1637 અને જિલ્લામાં 23 મળીને અમદાવાદમાં કુલ 1660 કેસ નોંધાયા છે. 19મે પછી પહેલીવાર કોરોનાના કેસોએ 1600નો આંકડો કુદાવ્યો છે. 19 મે, 2021ના રોજ શહેર અને જિલ્લામાં 1324 કેસ આવ્યા હતાં.
અમદાવાદમાં 23 માઇક્રો કન્ટેન્મેટ ઝોન ઉમેરાયા
5 જાન્યુઆરીએ શહેરમાં નવા 23 માઈક્રો કન્ટેન્મે્ન્ટ ઝોન ઉમેરાયા છે, જ્યારે પહેલાથી 86 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. આમ હવે શહેરમાં કુલ 108 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જ્યારે 1 વિસ્તારમાં તેમાંથી દૂર કરવામાં આવ્યો છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં 143 જેટલા મકાનોને મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Surat: કેમિકલ લિકેજની દુર્ઘટના મામલે સીએમ અને ગૃહપ્રધાનનું ટ્વિટ, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
આ પણ વાંચો : Banaskantha : આંતરરાષ્ટ્રીય સીમા પર BSF ની સદભાવના, અજાણતા ફેંસિંગ સુધી પહોંચેલા યુવકને પાકિસ્તાન સેનાને પરત સોંપ્યો