Ahmedabad : મેયર કિરીટ પરમારના નિવેદનથી સર્જાયો વિવાદ, કોરોના વાયરસ ઘાતક નહિ હોવાનું નિવેદન

Ahmedabad : મેયર કિરીટ પરમારના નિવેદનથી સર્જાયો વિવાદ, કોરોના વાયરસ ઘાતક નહિ હોવાનું નિવેદન

| Edited By: | Updated on: Dec 25, 2022 | 5:00 PM

અમદાવાદના મેયર કિરીટ પરમારે. જેમાં એક તરફ ઓમિક્રોનના નવા વેરિઅન્ટે સરકારની ચિંતા વધારી છે. રાજ્યનું આરોગ્ય વિભાગ નવા સંકટ સામે લડવા સજ્જ બની રહ્યું છે.ત્યારે AMCના મેયર કિરીટ પરમારને હાલનો કોરોના વાયરસ ઘાતક નથી લાગી રહ્યો છે. જેમા મેયરને ભલે કોરોના ઘાતક ન લાગતો હોય પરંતુ તેને હળવાશમાં ન લઈ શકાય.

અત્યારનો કોરોના ઘાતક નથી આ નિવેદન આપ્યું છે અમદાવાદના મેયર કિરીટ પરમારે. જેમાં એક તરફ ઓમિક્રોનના નવા વેરિઅન્ટે સરકારની ચિંતા વધારી છે. રાજ્યનું આરોગ્ય વિભાગ નવા સંકટ સામે લડવા સજ્જ બની રહ્યું છે.ત્યારે AMCના મેયર કિરીટ પરમારને હાલનો કોરોના વાયરસ ઘાતક નથી લાગી રહ્યો છે. જેમા મેયરને ભલે કોરોના ઘાતક ન લાગતો હોય પરંતુ તેને હળવાશમાં ન લઈ શકાય. કોરોના સામે લડવામાં સાવચેતી જ મોટું હથિયાર છે, એટલે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

આ ઉપરાંત,  ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે 100 ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના દિશાનિર્દેશન મુજબ એરપોર્ટ ઉપર 2 ટકા રેન્ડમ ચેક કરવામાં આવશે તેમજ સ્વૈચ્છિક RTPCR માટેની વ્યવસ્થા પણ યાત્રિકોનો સમય ન બગડે તે રીતે કરવામાં આવશે.

તજજ્ઞોના મતે BF 7ના સંક્રમણના દર મુજબ 1 વ્યકિત ૧૬ વ્યકિતને સંક્રમિત કરી શકે તેવી સંભાવના છે. પરંતુ તે માટેનો મૃત્યુદર દરેક દેશ અને ખંડ મુજબ અલગ અલગ છે. અત્યાર સુધીમાં આ વેરિયન્ટના ભારતમાં કુલ ૪ કેસ નોંધાયા છે જેમાંથી ગુજરાતમાં જુલાઇ, સપ્ટેબર અને નવેમ્બર- 2022 માં કુલ ત્રણ કેસ નોધાયા હતા. જેમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. આ તમામ કેસ હોસ્પિયલમાં દાખલ થયા વિના હોમ આઇસોલેશનમાં જ રીકવર થયા છે. હાલ રાજયમાં કોરોનાના અંદાજે દૈનિક પાંચ જ કેસ નોંધાય છે. ગુજરાતમાં હાલ દૈનિક 10,000 ટેસ્ટીંગ થાય છે જરૂર પડેતો ક્ષમતા વધારાશે.