Ahmedabad: હાટકેશ્વર બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર ભૂગર્ભમાં ઉતર્યા, 3 દિવસથી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીઓના માલિકો ફરાર

|

Apr 17, 2023 | 6:20 PM

Ahmedabad: હાટકેશ્વર બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હાટકેશ્વર બ્રિજમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીના માલિકો વિરુદ્ધ તપાસ તેજ બની છે. છેલ્લા ત્રણ દિવસથી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીના માલિકો ફરાર છે.

અમદાવાદના હાટકેશ્વર બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર કેસને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. બ્રિજમાં ભ્રષ્ટાચાર કરનાર એજન્સીના માલિકો વિરૂદ્ધ ફરિયાદ બાદ તપાસ તેજ બની છે. ત્યારે બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરો ભૂગર્ભમાં ઉતર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીના માલિકો ફરાર છે. મહેસાણા સ્થિત અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફિસને ખંભાતી તાળા લાગ્યાં છે. ભ્રષ્ટાચાર કેસમાં કાયદાકીય કાર્યવાહીના ડરથી કોન્ટ્રાક્ટરો ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે.

અજય ઈન્ફ્રા સામે 39 કરોડની ઠગાઈની નોંધાઈ છે ફરિયાદ

હાલ પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. મહત્વનું છે કે અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી સામે 39 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી, ફરિયાદ બાદ છેલ્લા બે દિવસથી અમદાવાદ પોલીસે અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીના ઠેકાણે તપાસ કરી રહી છે.

અમદાવાદના વિવાદિત હાટકેશ્વર-ખોખરા બ્રિજ બન્યાના માત્ર સાત વર્ષમાં જ તોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નબળી ગુણવત્તાના બાંધકામને કારણે છેલ્લા આઠ મહિનાથી બ્રિજ બંધ કરાયો હતો. નિષ્ણાતોની પેનલે રજૂ કરેલ રિપોર્ટમાં બ્રિજનું બાંધકામ હલકી ગુણવત્તાથી કરવામાં આવ્યું હોવાનું અને તોડી પાડવો જ જોઈએ એવી બાબતો સામે આવતા ગુજરાતના ઈતિહાસમાં કોઈ બ્રિજને નબળી ગુણવત્તાના કારણે તોડી પાડવામાં આવશે. કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરાશે.

આ પણ વાંચો: Gujarati Video : અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય આવતા કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ઉજવણી કરી

છેલ્લા 8 મહિનાથી બંધ પડેલ બ્રિજ માટે તજજ્ઞોનો રિપોર્ટ 13 એપ્રિલે સબમિટ કરવામાં આવ્યો હતો. જે અંગે મુખ્યમંત્રી કાર્યાલયે ચર્ચા બાદ મ્યુનિસિપલ કમિશનરે બ્રિજના ઉપરનું કન્સ્ટ્રકશન તોડી પડવાની જાહેરાત કરી છે. તજજ્ઞોની ટીમે આપેલ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ‘કોન્ક્રીટ ગુણવત્તા નબળી છે. કોન્ક્રીટની નબળી ગુણવત્તા આ નિષ્ફળતા નું મુખ્ય કારણ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video