Ahmedabad : હિજાબ વિવાદ મુદ્દે રેલી પૂર્વે કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટક કરી
અમદાવાદ પોલીસે હિજાબ રેલી પૂર્વે કોંગ્રેસના માયનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખ અતીક સૈયદની રેલી પહેલા અટકાયત કરી લીધી છે. તેમજ સાથે સાથે નેતા સફફાન રાધનપુરીની પણ રેલી પહેલા અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદમાં(Ahmedabad) હિજાબ વિવાદ(Hijab Contravorsey) મુદ્દે રેલી પહેલા પોલીસે કાર્યવાહી કરી છે. હિજાબ વિવાદને લઇ દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે..ઠેર ઠેર રેલીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસે કોંગ્રેસના (Congress) માયનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખ અતીક સૈયદની રેલી પહેલા અટકાયત કરી લીધી છે. તેમજ સાથે સાથે નેતા સફફાન રાધનપુરીની પણ રેલી પહેલા અટકાયત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાકટ હિજાબ વિવાદની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. જેમાં વિવાદ બાદ હિજાબની ખરીદીમાં વધારો થયો છે. અમદાવાદ કાલુપુર ખાતે હિજાબની ખરીદી કરવા માટે મહિલાઓ ઉમટી છે. બહારગામથી પણ લોકો હિજાબની ખરીદી કરવા માટે આવી રહ્યાં છે. વેપારીઓના મતે હિજાબની ખરીદીમાં 50 ટકાનો વધારો થયો છે. હિજાબની ખરીદી કરી રહેલ મહિલાઓ કહે છે કે હિજાબને લઇને કોઇ વિવાદ ન થવો જોઇએ. હિજાબ અમારી સુરક્ષા છે અને અમે અમારી મરજીથી આ હિજાબ પહેરીએ છીએ.
આ ઉપરાંત સુરતમાં હિજાબ વિવાદ મુદ્દે આયોજિત કરવામાં આવેલી રેલી રદ કરવામાં આવી છે..ચોક બજાર મુગલીસરા રોડ પર કેટલી મહિલા ભેગી થતાં અટકાયત કરવામાં આવી છે..પોલીસે લગભગ 20 જેટલી મહિલાઓની અટકાયત કરી છે.. જેને લઇ હિજાબની રેલી રદ કરવામાં આવી છે.આ અંગે સુરત AIMIM મહામંત્રીએ માહિતી આપી હતી.
આ પણ વાંચો : મહેસાણા APMCની ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ, ભાજપના તમામ 10 સભ્યો વિજેતા
આ પણ વાંચો : જામનગરઃ જમીન રીસર્વે રદ કરવાની માંગ કરતા ભાજપના નેતા, પુર્વ સાંસદ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત