Surat : આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં આક્રોશ , ભાજપમાં જોડાયેલા કાઉન્સિલરના ફોટા ફડાયા

સુરત કોર્પોરેશનના આપના પાંચ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે, જેના પગલે આદમી પાર્ટી સુરતની ઓફિસમાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં એક તરફ આપના પાંચ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હતા તો આ તરફ સુરત આપ ઓફિસમાં કાર્યકરોનો આક્રોશ  જોવા મળ્યો હતો. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 11:58 PM

ગુજરાતમાં(Gujarat)  આમ આદમી પાર્ટીને(AAP)  આંચકો લાગ્યો છે. જેમાં સુરત(Surat)  કોર્પોરેશનના આપના પાંચ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે, જેના પગલે આદમી પાર્ટી સુરતની ઓફિસમાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં એક તરફ આપના પાંચ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હતા તો આ તરફ સુરત  આપ ઓફિસમાં કાર્યકરોનો આક્રોશ  જોવા મળ્યો હતો.  આપના કાર્યાલય ખાતે પોસ્ટર્સમાંથી તમામ પાંચેય કોર્પોરેટરના ફોટા ફાડી નાંખવામાં આવ્યા હતા. જેમાં રોષે ભરાયેલા આપના કાર્યકરોએ કોર્પોરેટરના ફોટા ફાડી નાંખ્યા હતા. સુરત આપ પ્રમુખે બાકી બચેલા 22 કોર્પોરેટરોમાંથી કોઈ હવે ભાજપમાં નહીં જાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સુરતના (Surat)  આમ આદમી પાર્ટીના(AAP) પાંચ કોર્પોરેટર ભાજપમાં(BJP)  જોડાયા છે. તેમનું ભાજપ દ્વારા સત્તાવાર રીતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.સુરતમાં આપના કાઉન્સિલર ભાવના સોલંકી, જ્યોતિકા લાઠીયા, ઋતા કાકડિયા, વિપુલ મોવલિયા, મનીષા કુકડીયા ભાજપમાં જોડાયા છે.ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પાંચેય કોર્પોરેટરે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં તમામ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત AAPમાં ભંગાણ સર્જાયું છે.. સુરત AAPમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.. AAPનો મોટો ચહેરો ગણાતા હતા તેવા મહેશ સવાણીએ AAPને અલવિદા કહી દીધું અને તે જ સમયગાળામાં વિજય સુવાળાએ AAPમાંથી રાજીનામું આપી ભગવો ધારણ કરી લીધો.

આ પણ વાંચો : અમદાવાદ : પત્ની અને પુત્રના અત્યાચારથી પિતાએ આપઘાત કર્યો, અત્યાચારની કહાની વાંચી તમે ચોંકી જશો

આ પણ વાંચો :  ધોળકા : એડમિશન માટે નાણા લીધા હોવાનો કોંગ્રેસ નેતા વિશ્વનાથસિંહ વાઘેલા પર આક્ષેપ, નેતાએ મીડિયા સમક્ષ આપ્યું સ્પષ્ટીકરણ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">