Ahmedabad: સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ઉંદરનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી, સુપ્રિટેન્ડેન્ટે કેન્ટીનને બંધ કરવાના આદેશ આપ્યા
હોસ્પિટલ તંત્રએ જ્યાં સુધી નવી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી કેન્ટીન બંધ કરવાના આદેશ આપ્યા છે. સાથે જ તમામ ખાદ્યસામગ્રીઓનો નાશ કરી, જ્યાં સુધી કેન્ટીનની સફાઈ ન કરવામાં આવે ત્યાં સુધી કેન્ટીન બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ની કેન્ટીનમાં લોકોના સ્વાસ્થ્ય (Health)સાથે ચેડા થતા હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યા બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. TV9 ગુજરાતીએ સિવિલ હોસ્પિટલની કેન્ટીન (Canteen)માં એક ઉંદર ખોરાક ખાઇ રહ્યો હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો. જે પછી હોસ્પિટલ તંત્ર દોડતુ થઇ ગયુ હતુ અને સિવિલ હોસ્પિટલની કેન્ટીનને બંધ કરવાના આદેશ આપી દીધા છે.
સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ઉંદર ફરતા હોવાનો સૌપ્રથમ અહેવાલ ટીવીનાઈને બતાવ્યો હતો. ત્યાર બાદ તુરંત જ તંત્રએ આ અંગે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ટીવીનાઈનને અહેવાલ રજૂ કર્યાની થોડી જ મિનિટોમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે કેન્ટીનને બંધ કરવાના આદેશ આપી દીધા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર પાસેની BREAK TIME ની કેન્ટીનમાં ઉંદર હોવાનો વિડીઓ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં ઉંદર પેન્ટિંગ ની તમામ ખાદ્ય સામગ્રી ખાતો જોવા મળ્યો ઉપરાંત ફ્રેશ જ્યુસ ના બોર્ડ પાસે જ પડેલા ફ્રુટ પણ ઉંદર ખાતો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાયું. જેને લઈ સિવિલ હોસ્પિટલ સત્તામાં હડકંપ મચી ગયો હતો. વિડિઓ સામે આવતા હોસ્પિટલમાં સત્તાધીશોમાં એક્શનમાં આવી ગયા હતા. આ મામલે સિવિલ હોસ્પિટલ સુપરિટેનડેન્ટએ કડક વલણ અપનાવ્યું અને જ્યાં સુધી કેન્ટિંગમાં રહેલી તમામ ખાદ્ય સામાન નો નાશ કરવામાં ન આવે તેમજ કેન્ટીનની સફાઈ ન થાય ત્યાં સુધી કેન્ટીન ને બંધ રાખવાનો હુકમ કર્યો છે અને કેન્ટીન ચલાવતી break time કંપનીને નોટિસ ફટકારી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના તેમજ અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. તેવામાં હોસ્પિટલમાં આવેલી ટ્રોમાં સેન્ટર પાસેની કેન્ટીનમાં ઉંદર ફરી રહ્યા હોવાનો વિડિઓ સામે આવ્યો છે. અહીં દર્દીઓ અને તેમના પરિવારજનોને આપવામાં આવતા ફ્રેશ જયુસના ફળો ઉંદર કોતરી રહ્યા છે. આવા ફ્રેશ જ્યુસથી દર્દીઓ સાજા થવાની જગ્યાએ બીમારીના બિછાને પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પ્રકારનો વીડિયો વાયરલ થતાં ના સંચાલકો સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં 24 કલાક ધમધમતા આ પ્રકારની બેદરકારી બિલકુલ ચલાવી ન લેવાય તેવું દર્દીઓના સગા જણાવી રહ્યા છે આ વીડિયો ખુદ દર્દીના પરિવારજનોએ જ ઉતારી વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે.
કેન્ટીનમાં ઉંદર ફરતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તુરંત જ અમારા સંવાદદાતાએ કેન્ટીનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પણ કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. કેન્ટીનના રસોડામાં ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. તો કેન્ટીનની અંદર શ્વાન પણ રખડતો જોવા મળ્યો હતો.
મહત્વનુ છે કે હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર ચાલતી કેન્ટીનમાં ઉંદરએ હોસ્પિટલમાં સબ સલામત હોવાના દાવાઓની પોલ ખોલી છે ત્યારે આવા કેન્ટીન કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.
આ પણ વાંચો-
ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠનને વધુ મજબૂત કરવા અલ્પેશ ઠાકોરની કવાયત, 10 એપ્રિલથી શરુ કરશે ખાટલા બેઠક
આ પણ વાંચો-