Ahmedabad News : તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ, જુઓ Video

|

Oct 26, 2024 | 8:46 AM

દિવાળીનો તહેવાર નજીક છે. ત્યારે લોકો ખરીદી કરવા અને બહાર ફરવા માટે જતા હોય છે. આ તહેવાર સમયે ચોરી, લૂંટ અને ચેઈનસ્નેચિંગ જેવા બનાવો ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસે કવાયત હાથ ધરી છે.

દિવાળીનો તહેવાર નજીક છે. ત્યારે લોકો ખરીદી કરવા અને બહાર ફરવા માટે જતા હોય છે. આ તહેવાર સમયે ચોરી, લૂંટ અને ચેઈનસ્નેચિંગ જેવા બનાવો ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસે કવાયત હાથ ધરી છે. ભીડવાળી, જગ્યા, બુલિયન માર્કેટ, બેન્ક, આંગડિયા પેઢીઓની આસપાસ પોલીસનું ખાસ પેટ્રોલિંગ રહેશે. ફટાકડાના વેચાણ કેન્દ્રો અને સંગ્રહ સ્થાનોની સુરક્ષા અને આવા સ્થળોએ આગ જેવી દુર્ઘટના ના સર્જાય તે માટે વિશેષ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.

દિવાળી પર્વને લઇને પોલીસ સતર્ક

બીજી તરફ દિવાળી પર્વને લઇને સુરત પોલીસ એક્શનમાં આવી છે. તહેવાર દરમિયાન શહેરમાં ચોરી, લૂંટ, ચીલ ઝડપ જેવી ઘટનાઓ ન બને તે માટે બેઠક યોજવામાં આવી છે. પાંડેસરા પોલીસે જાગૃતત્તાને અને તકેદારીના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીઝ માલિકો અને વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી છે. બેઠકમાં દિવાળી તહેવાર દરમિયાન કઈ કઈ પ્રકારની તકેદારી રાખવામાં આવે તેને લઈને ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં 100થી વધુ વિવિધ ઇન્ડસ્ટ્રીઝના માલિકો તેમજ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

Next Video