Breaking News : અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી ! બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો – જુઓ Video

Breaking News : અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી ! બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો – જુઓ Video

| Edited By: | Updated on: Aug 14, 2026 | 3:22 PM

અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્યને લઈને ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. AMC ના ફૂડ વિભાગે બે જાણીતી બેકરી સીલ કરી છે. લાંભા-નારોલની મુસ્કાન બેકરી અને બહેરામપુરાની પ્રિન્સ બેકરીને અનહાઈજેનિક સ્થિતિ અને ફૂડ સેફ્ટી નિયમોના ભંગના આક્ષેપો બાદ સીલ કરવામાં આવી છે.

અમદાવાદમાં ખાદ્ય સુરક્ષાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરની 2 જાણીતી બેકરીમાં બેકરી પ્રોડક્ટ્સ બનાવવાની પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા બંને બેકરીને સીલ કરવામાં આવી છે.

AMCના ફૂડ વિભાગની કાર્યવાહી દરમિયાન લાંભા-નારોલ વિસ્તારમાં આવેલી મુસ્કાન બેકરી અને બહેરામપુરા વિસ્તારમાં આવેલી પ્રિન્સ બેકરીને સીલ કરવામાં આવી છે. તપાસ દરમિયાન બેકરીમાં ખાદ્ય પદાર્થો બનાવતી વખતે જરૂરી સ્વચ્છતા જાળવવામાં ન આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

મેંદાના લોટ પર જીવાતોનો ઢગલો જોવા મળ્યો

તપાસમાં વધુ ચોંકાવનારી બાબત એ હતી કે મેંદાના લોટ પર જીવાતોનો ઢગલો જોવા મળ્યો હતો. બેકરીમાં વંદા સહિતની અનેક જીવાત જોવા મળતા જ એએમસીના ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત બેકરી ફૂડ સેફ્ટી લાયસન્સ વિના ચાલતી હોવાની માહિતી પણ સામે આવી છે. નિયમોનું પાલન કર્યા વિના ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન થતું હોવાના પગલે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન બેકરી પ્રોડક્ટ્સની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે લોકોને સાવચેત કરતો વીડિયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે અગાઉ પણ શહેરમાં બેકરી પ્રોડક્ટ્સ બનાવતા કેટલાક યુનિટ સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. AMCની આ કાર્યવાહી બાદ ખાદ્ય પદાર્થો બનાવતા એકમોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોના પાલનને લઈને ફરી સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો, Gandhinagar Breaking : કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 258 સિલિન્ડર સાથે 6ની અટકાયત

Published on: Aug 14, 2026 03:00 PM
Follow Us
Loading...
Unable to load recommendations.