Ahmedabad Breaking News : કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ, તંત્રની કામગીરી સામે સવાલ ! જુઓ Video

| Edited By: | Updated on: Oct 01, 2026 | 2:46 PM

અમદાવાદના જોધપુર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલું વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટ હાલ તેની મૂળ કામગીરીને બદલે અન્ય ઉપયોગ માટે વપરાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

અમદાવાદના જોધપુર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલું વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટ હાલ તેની મૂળ કામગીરીને બદલે અન્ય ઉપયોગ માટે વપરાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રહલાદનગર ગાર્ડન નજીક આવેલા આ માર્કેટમાં શાકભાજી અને ફળોના વેચાણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સ્થળની વર્તમાન સ્થિતિ AMCની કામગીરી અને એસ્ટેટ વિભાગની દેખરેખ સામે સવાલો ઉભા કરી રહી છે.

લોકો મચ્છરદાણી લગાવીને રહે છે

સામે આવેલા દ્રશ્યોમાં માર્કેટના સ્લેબ વિસ્તારમાં ધાર્મિક સાધુ-સાધવીઓ માટે ટેન્ટ લગાવવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. કેટલાક લોકો મચ્છરદાણી લગાવીને ત્યાં રહેતા હોવાનું પણ નજરે પડે છે. એટલું જ નહીં, શાકભાજી અને ફળોના વેચાણ માટે બનાવવામાં આવેલા સ્થળે કપડાં સુકવાતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે.

એક તરફ AMC દ્વારા જાહેરમાં ફળ અને શાકભાજી વેચતા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે છે. આ માટે પરિપત્ર અને નોટિસ પણ આપવામાં આવે છે. બીજી તરફ, વિક્રેતાઓ માટે તૈયાર કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાનો જ યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, તેની દેખરેખ સામે સવાલો ઊભા થયા છે.

AMC આ મામલે શું કાર્યવાહી કરશે ?

સ્થાનિક સ્તરે આ સમગ્ર મામલે AMCના એસ્ટેટ વિભાગની કામગીરી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી સુવિધાનો યોગ્ય ઉપયોગ, જાળવણી અને વ્યવસ્થાપન થાય તે જરૂરી છે. હવે સવાલ એ છે કે AMC આ મામલે શું કાર્યવાહી કરે છે અને માર્કેટને તેની મૂળ કામગીરી માટે ક્યારે ઉપયોગમાં લેવામાં આવશે.

આ પણ વાંચો, Gold Silver Rate In Gujarat : દિવાળી પહેલા સોનું થયું સસ્તું, જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 10 ગ્રામ સોનાનો આજનો ભાવ શું છે !

Follow Us
Loading...
Unable to load recommendations.