Ahmedabad: પોલીસની પકડમાં આવેલો આરોપી શાનું કુરેશી. જે દાણીલીમડા વિસ્તારમાં મીટની દુકાન ધરાવે છે. શાનું કુરેશી થોડા દિવસ પહેલા નારોલ વિસ્તારમાં ATM માં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સતત ચાર કલાક ATM ની અંદર રહીને મશીન માંથી રૂપિયા ચોરી કરવાનો પ્રયત્ન કર્યો પણ સફળ રહ્યો ન હતો.
ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે તે અનુસાર શાનું થી ફક્ત મશીનનું બહારનું એક નાનું લોક ખૂલ્યું હતું. જોકે સમગ્ર બનાવની હકીકત બેંકના અધિકારીઓને ધ્યાને આવતા પોલીસને જાણ કરાઇ હતી અને ફરિયાદ નોંધી CCTV નાં આધારે આરોપીની તપાસ હાથ ધરી હતી.
પોલીસે શાનું કુરેશી ની ધરપકડ કરી પૂછપરછમાં સામે આવ્યું કે શાનું મોજશોખ માટે પૈસા કમાવવા શોર્ટકટ અપનાવ્યો હતો અને ATM મશીન તોડી પૈસા મેળવવાનો પ્લાન હતો. આ ગુનામાં ઝડપાયેલો આરોપી શાનું કુરેશી અગાઉ પણ નારોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં લૂંટના ગુનામાં ઝડપાયો હોવાની તપાસમાં હકીકત સામે આવી છે.
પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદ નોંધાતા CCTV ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે ગુનામાં સામેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તે મટનની દુકાન ધરાવી વેપાર કરે છે અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે ATM મશીનમાંથી પૈસા ચોરીનો પ્રયાસ કર્યો હતો હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો : ગુજરાતના સૌથી મોટા વ્યાજખોરીના કેસમાં SITની રચના બાદ ઈકોનોમીક ઓફેન્સ વિંગને તપાસ સોંપાઈ, જુઓ Video
શાનું કુરેશી અગાઉ પણ લૂટ જેવા ગંભીર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જોકે થોડા સમય પહેલા નારોલ પોલીસ મથકમાં એક ATM ચોરીનો પ્રયાસ થયો હતો જેમાં પણ શાનું શંકાસ્પદ ભૂમિકામાં હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.