Ahmedabad : પીવાના પાણી માટે મુકાયેલા એટીએમ મશીનો બંધ હાલતમા

| Edited By: | Updated on: Feb 17, 2022 | 7:26 AM

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીના એટીએમ મશીન ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં લોકો પીવાનું શુદ્ધ પાણીનો લાભ લઈ શકતા હતા. પરંતુ સમય જતા આ મશીનો પણ ધૂળ ખાઈ રહ્યા છે તો બીજીબાજુ વીજબિલ પણ ન ભરતા વીજ કનેક્શન કાપી દેવાયું છે.

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે પીવાનું શુદ્ધ પાણી આપતા એટીએમ(Water ATM) શરૂ કરાયા પરંતુ હવે તે ધૂળ ખાઈ રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીના એટીએમ મશીન ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં લોકો પીવાનું શુદ્ધ પાણીનો(Drinking Water)  લાભ લઈ શકતા હતા. પરંતુ સમય જતા આ મશીનો પણ ધૂળ ખાઈ રહ્યા છે તો બીજી બાજુ વીજબિલ પણ ન ભરતા વીજ કનેક્શન કાપી દેવાયું છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે ઉનાળો શરૂ થતા જ જે પાણીની એટીએમનો લાભ લોકોને મળવો જોઈએ એ લાભ ફરી ક્યારે મળશે.તો બીજીબાજુ એએમસીના વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા છે કે કોર્પોરેશન દ્વારા યોગ્ય આયોજન કરાયું નથી.. જેને પગલે આ પાણીના એટીએમ મશીનો ધૂળ ખાઈ રહ્યા છે.

આ પણ વાંચો : ડાંગથી તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેકટના વિરોધની શરૂઆત, જલદ આંદોલનની આગેવાનોની ચીમકી

આ પણ વાંચો : 12 રાજ્યની સાથે કચ્છની હસ્તકળાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ભુજ હાટમાં 100 સ્ટોલમાં પ્રદર્શન