Ahmedabad માં નવા 16 વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાયા

અમદાવાદમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 181થી વધીને 186 પર પહોંચી છે.શહેરમાં વધુ 87 ઘરોના 299 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મુકાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 11:25 PM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોનાના(Corona)  કેસ વધી રહ્યા છે, તેમ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની(Micro Containment)  સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં શહેરમાં વધુ 16 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે તેની સામે 11 વિસ્તારો એવા છે, જેને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત કરાયા છે. આ સાથે અમદાવાદમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 181થી વધીને 186 પર પહોંચી છે.શહેરમાં વધુ 87 ઘરોના 299 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મુકાયા છે.

અમદાવાદમાં કોરોના કેસ પાછલા ચાર-પાંચ દિવસની સરખામણીએ ભલે ઓછા થયા હોય. પરંતુ રાજ્યમાં હજી પણ સૌથી વધુ 6191 કેસ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા. રાજ્યમાં સર્વાધિક 6 દર્દીઓના મૃત્યુ પણ અમદાવાદમાં નોંધાયા. અમદાવાદ શહેરમાં 3232 દર્દી સાજા થતા રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહીં 86 નવા કેસ સામે આવ્યા અને 82 દર્દી સાજા થતા રજા આપવામાં આવી.

અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા જોખમને લઈને AMC દ્વારા આ જોખમને ટાળવા બનતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. AMC દ્વારા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ઓટો રિક્ષાઓ દ્વારા લોકોને કોરોનાના નિયમો અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટેની લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમજ જાહેર એકમો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કે ફેક્ટરીમાં નિયમોનું પાલન નહીં થાય તો પગલાં લેવાની પણ સૂચના અપાઈ રહી છે.

આ પણ વાંચો :  Mahisagar : એસ.ટી.બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો :  Rajkot કોર્પોરેશનની કોરોના રિપોર્ટને લઈને બેદરકારી સામે આવી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">