અમદાવાદ (Ahmedabad)માં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જાહેર રસ્તા પર ઠેર ઠેર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા રહે છે. જેને કારણે વાહનચાલકોને અકસ્માત (Accident) થવાનો ડર રહે છે. ત્યારે રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. રસ્તા પર રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે.
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર વિભાગ દ્વારા 578 ઢોર પકડવામાં આવ્યા છે. સાથે જ ઢોરના માલિકો પાસેથી 2.88 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રખડતાં ઢોરની 62 ફરિયાદ મળી છે. તેમજ જાન્યુઆરીમાં એએમસી દ્વારા 36 ઢોર માલિકો સામે FIR કરવામાં આવી છે.
એક વર્ષના આંકડા પર નજર કરીએ તો એક વર્ષમાં રખડતા ઢોર મુકનારા ઢોરના માલિકો પાસેથી 86.78 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે એક વર્ષમાં 878 ઢોર માલિકો સામે FIR કરવામાં આવી છે. બીજીબાજુ રખડતાં ઢોરની સમસ્યાને લઈને કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. દિનેશ શર્માએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઢોર વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલે છે. એએમસીના શાસકોને રખડતાં ઢોરની સમસ્યાને દૂર કરવામાં કોઈ રસ નથી.
આ પણ વાંચોઃ વડોદરા : સોખડા મંદિરનો વિવાદ વધુ વકર્યો, સેવક અનુજ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી