દારૂ, મિત્ર અને ડૉક્ટર જૂનો એટલો સારો- શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસમાં જોડાવા મુદ્દે સાંભળો TV9ને શું કહ્યુ બાપુએ

દારૂ, મિત્ર અને ડૉક્ટર જૂનો એટલો સારો- શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસમાં જોડાવા મુદ્દે સાંભળો TV9ને શું કહ્યુ બાપુએ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 4:09 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા જી-21ની મિટિંગમાં હાજર રહ્યા હતા. ત્યારે શંકરસિંહના કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ બની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નજીક (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) જી-21ની મિટિંગમાં હાજર રહ્યા હતા. દિલ્લીમાં ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને જી-21ની મીટિંગ ચાલી, ગાંધી પરિવારની નેતાગીરી સામે જી-21માં નેતાઓ બેઠકો કરી રહ્યા છે. ત્યારે શંકરસિંહના કોંગ્રેસમાં (Congress) પ્રવેશની અટકળો વધુ તેજ થઇ છે. જો કે શંકરસિંહ વાઘેલાએ TV9 સાથેની વાતચીતમાં શુ કહ્યુ તે જાણીએ.

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ TV9સાથેની વાતચીતમાં કોંગ્રેસ નેતૃત્વ નહીં પણ તેમના સલાહકારો પર નિશાન તાક્યું. G-23 જૂથના નેતાઓની 3-4 કલાક ચાલેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સારા નેતા છે. G-23 જૂથના એક પણ નેતાને સોનિયા કે રાહુલ ગાંધી સામે સીધો વાંધો નથી. પંજાબ ચૂંટણી પૂર્વે કેપ્ટન અમરિંદર સિંહ જેવા વરિષ્ઠ નેતાને બદલીને યુવા નેતાને કમાન સોંપવી ખોટો નિર્ણય હતો. તે જ રીતે પ્રિયંકા ગાંધી જેવા મોટા ચહેરાને યુપીના મહામંત્રી બનાવવા પણ અયોગ્ય હતા. પ્રિયંકા ગાંધીની રાજકીય કરિયર પર ધબ્બો લગાવવાનું કાર્ય કોંગ્રેસ મોવડીમંડળના સલાહકારોએ કર્યું છે.

શંકરસિંહ વાઘેલાએ જૂની ગુજરાતી કહેવત દારૂ, મિત્ર અને ડૉક્ટર જૂનો એટલો સારો એવું સૂચક નિવેદન આપ્યું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું રાહુલ ગાંધીએ બધાને મળવાનું અને સાંભળવાનુ શરૂ કર્યું છે. ભાજપ સામે પૂર્વોત્તર, દક્ષિણ ભારત કે ઉત્તર ભારત તમામ સ્થળે લડવા કોંગ્રેસ પાર્ટી લિબરલ અને સેક્યુલર વિચારધારાની જરૂર છે. કોંગ્રેસને સૂચન કરતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે પાર્ટીએ પોતાની જૂની નીતિ મુજબ જ તમામ વર્ગના મતદારોને સાથે રાખીને આગળ વધવું જોઈએ.

આ પણ વાંચો-

Kutch : મુન્દ્રા પોર્ટ પરથી DRI એ રૂપિયા 9.36 કરોડની કિંમતનું રકતચંદન જપ્ત કર્યું, આવી હતી મોડસ ઓપરેન્ડી

આ પણ વાંચો-

Surat : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલ સામે ગંભીર આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદ

Published on: Mar 18, 2022 07:04 AM
g clip-path="url(#clip0_868_265)">