Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : તથ્ય સામે આજે 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરાશે, જાણો ચાર્જશીટમાં શેનો શેનો ઉલ્લેખ

Gujarati Video : તથ્ય સામે આજે 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરાશે, જાણો ચાર્જશીટમાં શેનો શેનો ઉલ્લેખ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 2:48 PM

તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ શકે છે. આરોપી તથ્ય પટેલે 19 જુલાઈએ મોડી રાત્રે બેફામ રીતે કાર હંકારીને 10 લોકોને કચડી માર્યા હતા. જેના એક જ અઠવાડિયામાં ટ્રાફિક પોલીસ આજે 5 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી શકે છે.

Ahmedabad : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ શકે છે. આરોપી તથ્ય પટેલે 19 જુલાઈએ મોડી રાત્રે બેફામ રીતે કાર હંકારીને 9 લોકોને કચડી માર્યા હતા. જેના એક જ અઠવાડિયામાં ટ્રાફિક પોલીસ આજે 5 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી શકે છે. આ કેસમાં કલમ 308નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

ચાર્જશીટમાં શું  ઉલ્લેખ ?

પોલીસે તથ્ય પટેલ, પ્રજ્ઞેશ પટેલ, તથ્યના મિત્રો સહિત કુલ 50 લોકોથી વધુના નિવેદન લેવાયા છે. ચાર્જશીટમાં FSL, DNA અને જેગુઆર કંપનીના રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર રૂટ પરના CCTV ફૂટેજ પણ પુરાવા તરીકે મૂક્યા છે. આ ઉપરાંત તથ્ય પટેલે ઈસ્કોન પહેલા કરેલા અન્ય 2 અકસ્માતોની વિગતોનો પણ ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે આ કેસમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

શું છે જગુઆર કંપનીનો રિપોર્ટ ?

જગુઆર કંપનીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત વખતે કારની સ્પીડ જાણવા વિવિધ એજન્સીઓની  મદદ લેવાઈ હતી. જગુઆર કારનો રિપોર્ટ યુકેથી મગાવવામાં આવ્યો હતો. 25 જુલાઈએ યુકેથી જગુઆર કંપનીનો રિપોર્ટ આવ્યો હતો. અકસ્માત પહેલા કારની સ્પીડ 137 પ્રતિ કલાક હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. કાર લોકો સાથે અથડાઈ ત્યારે તેની સ્પીડ 108 પ્રતિ કલાક થઈ હતી. 108ની સ્પીડ પર જ કાર લૉક થઈ ગઈ હતી. કારનું એક્સિલેટર પૂરું દબાયેલું હતું. અકસ્માત પહેલા અને પછી બ્રેક પર પગ મૂકવામાં નહોતો આવ્યો. વિઝિબિલિટી સ્પષ્ટ હતી અને બ્રેકિંગ સિસ્ટમ પણ બરાબર હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 27, 2023 09:59 AM
g clip-path="url(#clip0_868_265)">