AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિકાસની મંથર ગતી: ચાર વર્ષથી ચાલી રહ્યું છે ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ, વાહનચાલકોને ભારે હાલાકી

વિકાસની મંથર ગતી: ચાર વર્ષથી ચાલી રહ્યું છે ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ, વાહનચાલકોને ભારે હાલાકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 6:01 PM
Share

Ahmedabad: ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે. ત્યારે હવે લોકો આ કામથી તોબા પોકારી ગયા છે. સ્થાનિકોને છેલ્લા 4 વર્ષથી હેરાનગતિ થઇ રહી છે.

Ahmedabad: પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડતો ખોખરા રેલવે ઓવરબ્રિજનું (Khokhra Railway Over bridge) કામ મંથર ગતિએ ચાલતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન (AMC) દ્વારા 2017-18માં ખોખરા રેલવે ઓવરબ્રિજનું (Over Bridge) સમારકામ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 2017 થી આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. ચાર વર્ષથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. પરંતુ હજી સુધી કામ પૂર્ણ થયું નથી.

કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોના અણઘડ આયોજનને કારણે બ્રિજનું કામ પૂરું નથી થતું. ટેન્ડરની શરત મુજબ 2020માં બ્રિજનું કામ પૂર્ણ કરવાનું હતું. પરંતુ સમયમર્યાદા વીતી ગયાના બે વર્ષ બાદ પણ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી. બ્રિજ બંધ હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કાંકરિયાથી ખોખરા, હાટકેશ્વર અને સીટીએમ તરફ જવા માટે 4 કિલોમીટર ફરીને જવું પડે છે.

આ કારણે એલજી હોસ્પિટલથી ખોખરા સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. બ્રિજની કામગીરીમાં વિલંબ બદલ કોર્પોરેશન અને રેલવે વિભાગ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જેનો ભોગ લોકોને બનવું પડે છે. હવે લોકોની માગ છે કે બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.

 

આ પણ વાંચો: તંત્રની લાલીયાવાડી: GST કૌભાંડનો આરોપી નીરજ આર્યા અમદાવાદ સિવિલમાંથી ફરાર, જાણો વિગત

આ પણ વાંચો: Vadodara: યુવતીના આપઘાત અને દુષ્કર્મ કેસમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું મંત્રીએ

g clip-path="url(#clip0_868_265)">