Vadodara: ડભોઈમાં 6 વર્ષની બાળા પર દુષ્કર્મ કેસમાં પોકસો કોર્ટે આરોપીને 46 વર્ષની સજા ફટકારી
આ કેસમાં વડોદરાની પોક્સો કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. પોલીસે એકઠા કરેલા પુરાવા અને બાળકીની જુબાની તથા તબીબના રિપોર્ટ અને તેની જુબાની આ કેસમાં નિર્ણાયક સાબીત થયાં હતાં. આ કેસમાં કોર્ટે પાંચ વર્ષમાં આરોપીને સજા સંભળાવી દીધી છે.
વડોદરા (Vadodara) જિલ્લાના ડભોઈ (Dabhoi) માં 2017માં 6 વર્ષની બાળકીને આમલી આપવાની લાલચ આપી ઘરમાં બોલાવી 65 વર્ષના નરાધમે તેની સાથે દુશ્કર્મ આચર્યું હતું. આ કેસ વડોદરાની પોક્સો કોર્ટમાં ચાલી જતાં કોર્ટ (court) એ દુષ્કર્મીને 46 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2017માં ડભોઈમાં એક બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે પાડોશમાં રહેલા 65 વર્ષના એક વૃદ્ધે તેના પર નજર બગાડી હતી. પોતાની પૌત્રીની ઉમરનુ માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવા માટે તેને આમલી આપવાની લાલચ આપીને પોતાના ઘરમાં બોલાવી હતી. માસુમ બાળકી તેના દાદાની ઉંમરના આ નરાધમ સાથે તેના ઘરમાં જતાં જ વૃદ્ધે પોત પ્રકાશ્યું હતું.
એકાંતમાં ઘરમાં લાવીને બાળા પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. દુશ્કર્મ બાદ બાળકી ઘરે આવતાં તેના પરિવારજનોને પોતાની સાથે થયેલા દુર્વ્યવહારની જાણ પરિવારજનોને કરતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાળકીના સારવાર માટે દાખલ કરાતાં તબીબે પણ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની પુષ્ટી આપી હતી. પોલીસી આરોપીને ઝડપી લઈ જેલ હવાલે કરી દીધો હતો.
આ કેસમાં વડોદરાની પોક્સો કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. પોલીસે એકઠા કરેલા પુરાવા અને બાળકીની જુબાની તથા તબીબના રિપોર્ટ અને તેની જુબાની આ કેસમાં નિર્ણાયક સાબીત થયાં હતાં. આ કેસમાં કોર્ટે પાંચ વર્ષમાં આરોપીને સજા સંભળાવી દીધી છે. તેમાં વચ્ચે બે વર્ષ સુધી કોરોનાના મહામારીના કારણે કોર્ટ કાર્યવાહી વ્યવસ્થિત ચાલી શકી નહોતી નહીંતર ઘણા સમય પહેલાં જ ચૂકાદો આવી ગયો હતો.
સરકારી વકીલનું કહેવું છે કે 65 વર્ષના જુમ્માદાદા નામના શખશે આમલીની લાલચ આપી 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જેમાં અલગ અલગ કલમો પર 20 – 20 વર્ષ મુજબ 46 વર્ષની કેદની સજા કરવામાં આવી છે. આ તમામ સજા એક સાથે ભોગવી શકે છે તેથી કુલ 20 વર્ષ જેલમાં રહેવું પડશે.
તેમણે જણાવ્યું કે આટલી નાની બાળકી કે જેને કંઈ ખબર જ ન હોય તેની સાથે આવું કૃત્ય કરવું કે જે તેની આખી જીંદગી પર અસર કરે છે. આવી બાળકીના મન પર જે ચોટ પહોંચે છે તે મહત્ત્વના મુદ્દાને કોર્ટે ધ્યાને લીધો હતો. આ ઉપરાંત દીકરીની જુબાની, ડોક્ટરની જુબાની અને મજબુત પુરાવાના કારણે આખો કેસ નિશંક પુરવાર થયો હતો.
આ પણ વાંચોઃ સુરત પોલીસ અચાનક હરકતમાં આવી, પાંડેસરા વિસ્તારમાં એક સાથે 20 ટીમોએ કોમ્બિંગ કરીને 50થી વધુ લોકોની ધરપકડ કરી