રાજ્યમાં બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ, 8 જિલ્લામાં જાહેર કરાયુ વરસાદનું રેડ એલર્ટ- Video

|

Jul 18, 2024 | 7:13 PM

રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે આગામી બે દિવસ મેઘરાજાનો આક્રમક અંદાજ જોવા મળશે. રાજ્યના 8 જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે.

ગુજરાતમાં હાલ મેઘરાજા મૂશળધાર રીતે વરસી રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ હેત જોવા મળી રહ્યો છે. દ્વારકાથી લઇને જૂનાગઢ અને પોરબંદરથી લઇને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે અને નદીઓ ગાંડીતૂર બની છે. ગામડાઓ જળબંબાકાર થયા છે અને જળાશયોમાં આવ્યા છે નવા નીર. સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર રીતે મેહુલિયો વરસ્યો છે. હજુ પણ આગામી 48 કલાક સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી બે દિવસ મેઘરાજાનો જોવા મળશે આક્રમક અંદાજ, બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ પડી કે છે. રાજ્યના 8 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેમા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આવતીકાલે ચાર જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યુ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video