Video : વડોદરામાં આજવા-વાઘોડિયા રોડના ઢોરવાડા પર તવાઈ, 89 ગેરકાયદે ઢોરવાડાને નોટિસ ફટકારાઇ

ગુજરાતમાં (Gujarat) રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકામાંં સર્વે કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 1:55 PM

વડોદરા શહેરમાં રખડતા ઢોર બાબતે આખરે તંત્ર જાગ્યું છે. મહાનગરપાલિકાની ટીમોએ ઢોર પકડવા ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત આજે વહેલી સવારથી બપોરના 1 વાગ્યા સુધી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી. આજવા, વાઘોડિયા રોડના ઢોરવાડા પર પણ તવાઈ બોલાવવામાં આવી. પશુઓ રસ્તા પર રખડતા હોવાથી ઢોરવાડાના ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા. મહાનગરપાલિકાની ટીમોએ 89 ગેરકાયદે ઢોરવાડાને નોટિસ ફટકારી છે.

રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ

મહત્વનું છે કે ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી છે.

જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી શરૂ કરાશે ખસીકરણ

ગુજરાતની વાત કરવામાં આવે તો 50 હજાર આખલાઓના ખસીકરણ માટે 50 લાખ રુપિયાનો નિભાવ ખર્ચ આવી શકે છે. ત્યારે સરકારની સાથે સ્થાનિક સંસ્થાઓ, NGOની મદદથી પ્રોજેક્ટ શરુ કરવાની સરકારની વિચારસરણી ચાલી રહી છે. મોરબી અને કચ્છ એમ બે સ્થળે પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા પર વિચાર થઇ રહ્યો છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહની અંદર પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી શકે છે. જેમાં આખલાઓનું ખસીકરણ કર્યા બાદ તેમને નજીકની ગૌશાળામાં મુકવામાં આવશે અને ગૌશાળાનો નિભાવ ખર્ચ સરકાર આપશે.

Follow Us:
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">