Gujarati Video : વડોદરાના કરજણમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત ! પીડિતે 1 મહિલા સહિત 3 વ્યાજખોર વિરૂદ્ધ નોધાવી ફરિયાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 7:40 AM

કરજણ નેશનલ હાઇવે પર આવેલી ગ્રીન ક્રિષ્ના હોટલના માલિક સહિત 3 વ્યાજખોરો ઝડપાયા છે. વ્યાજખોરોએ કરજણના જીતેન્દ્ર ડઢાણીયાને 6 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા.

વડોદરાના કરજણમાં 1 મહિલા સહિત 3 વ્યાજખોરો સકંજામાં આવ્યા છે. કરજણ નેશનલ હાઇવે પર આવેલી ગ્રીન ક્રિષ્ના હોટલના માલિક સહિત 3 વ્યાજખોરો ઝડપાયા છે. વ્યાજખોરોએ કરજણના જીતેન્દ્ર ડઢાણીયાને 6 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા, જેના બદલામાં વ્યાજખોરોએ સોનાના દાગીના, દુકાન સહિત કુલ 44 લાખ વસુલ્યાનો આરોપ લગાવ્યો છે. તેમ છતા વ્યાજખોરોએ વધુ 15 લાખની માગ કરી ધાક ધમકી આપતા પીડિતે ફરિયાદ કરી હતી. જેને લઈ પોલીસે ત્રણેય વ્યાજખોર આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gujarati Video : વડોદરામાં કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી ! શહેરના તળાવો પર જળકુંભીની ચાદર, જુઓ VIDEO

આ અગાઉ પણ મહેસાણાના વિજાપુરમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો હતો. વ્યાજના વિષચક્રમાં પીસાયેલા મોતીપુરા ગામના એક વ્યક્તિએ ચાર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીનો આરોપ હતો કે ચારેય વ્યાજખોરો તેને અને તેના પરિવાર પર અત્યાચાર ગુજારતા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી તેમાં બિલોદરા ગામના પ્રકાશસિંહ ચાવડા અને સંજયસિંહ ચાવડાનો સમાવેશ થયો હતો, જ્યારે ડાભલા ગામના શંકર પ્રજાપતિ અને વસાઈ ગામના જીતુ ચાવડા નામના શખ્સનો સમાવેશ થયો હતો. તમામ સામે વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">