સાળંગપુર બાદ હવે કુંડળ સ્વામિનારાયણ મંદિરનો વકર્યો વિવાદ, હનુમાનજીને નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવ્યા, જુઓ Video
જેમ સાળંગપુરમાં કિંગ્સ ઓફ સાળંગપુરની વિરાટ પ્રતિમાની નીચે જે રીતે ભીતચિત્રમાં હનુમાનજીને દર્શાવવામાં આવ્યા છે તેવી જ રીતે, કુંડળના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો આદર કરતા દર્શાવવામાં આવ્યા છે. કુંડળ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પણ હનુમાનજીની મૂર્તિ મુકાઈ છે. આ હનુમાનજીની પ્રતિમા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવા એંગલમાં મુકાઈ છે.
સાળંગપુર હનુમાન મંદિર ખાતે મુકાયેલ કિગ્સ ઓફ સાળંગપુર મૂર્તિના ભીતચિંત્રોનો વિવાદનો ઉકેલ નથી આવ્યા ત્યાં જ સાળંગપુરથી માત્ર ગણતરીના કિલોમીટર દૂર આવેલ કુંડળ સ્વામિનારાયણ મંદિરનો આવો જ વિવાદ સામે આવ્યો છે. કુંડળ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પણ હનુમાનજીની મૂર્તિ મુકાઈ છે.
આ હનુમાનજીની પ્રતિમા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવા એંગલમાં મુકાઈ છે. જેમ સાળંગપુરમાં કિંગ્સ ઓફ સાળંગપુરની વિરાટ પ્રતિમાની નીચે જે રીતે ભીતચિત્રમાં હનુમાનજીને દર્શાવવામાં આવ્યા છે તેવી જ રીતે, કુંડળના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો આદર કરતા દર્શાવવામાં આવ્યા છે.
બોટાદ જિલ્લાના કુંડળ ગામ, સાળંગપુરથી ખૂબ જ નજીક આવેલ છે. કુંડળનુ સ્વામિનારાયણ મંદિર વડોદરા સ્થિત કારેલીબાગમાં આવેલ સ્વામિનારાયણ મંદિર સંચાલિત છે. કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલ બગીચામાં મૂર્તિ મૂકવામાં આવી છે. આ પ્રતિમાના ફોટોગ્રાફ સામે આવતા જ હનુમાનજીનુ અપમાન કરવાનો વિવાદ વધુ વણસસે તેમ લાગી રહ્યું છે.