સુરત કાપડ બજાર : ઉર્જા બચાવવા શરૂ કરાયું ‘છોટા પ્રયાસ બડા પરિવર્તન’ અભિયાન, વેપારીઓને કાર પૂલિંગ કરવા સૂચન

| Edited By: | Updated on: May 27, 2026 | 8:32 PM

સુરતના 'ટેક્સ્ટાઇલ એસોસિએશન ફોર સ્ટાર' દ્વારા ઉર્જા સંરક્ષણ અને ટ્રાફિક નિયંત્રણ માટે એક પ્રશંસનીય ડિજિટલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો લાભ સમગ્ર માર્કેટને મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉર્જા સંરક્ષણની હાકલ બાદ સુરતના કાપડ બજારે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ‘ટેક્સ્ટાઇલ એસોસિએશન ફોર સ્ટાર’ દ્વારા માર્કેટમાં ‘છોટા પ્રયાસ બડા પરિવર્તન’ અભિયાન શરૂ કરાયું છે. આ અંતર્ગત વેપારીઓ અને સ્ટાફને પેટ્રોલ-ડીઝલની બચત કરવા માટે વાહન શેરિંગ (કાર પૂલિંગ) અથવા સામૂહિક પરિવહનનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.

એસોસિએશને 4 થી 5 લોકોને એકસાથે મુસાફરી કરવા સૂચન કર્યું છે. આ નાના પ્રયાસથી માત્ર કિંમતી ઇંધણ જ નહીં બચે, પરંતુ માર્કેટમાં નડતી ટ્રાફિક અને પાર્કિંગની ગંભીર સમસ્યાઓ પણ ઘણી ઓછી થશે.

Railway Breaking ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનના ટ્રાયલ રનને મળી લીલી ઝંડી, વીજળી કે ડીઝલ વગર 75 કિમીની સ્પીડે દોડશે

Follow Us