AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Breaking ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનના ટ્રાયલ રનને મળી લીલી ઝંડી, વીજળી કે ડીઝલ વગર 75 કિમીની સ્પીડે દોડશે

ભારતીય રેલવે દ્વારા દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ આધારિત ડેમુ (DEMU) ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે આ ટ્રેનનો પ્રાયોગિક ધોરણે ટ્રાયલ બેઝ પર પ્રારંભ કરવામાં આવશે.

Railway Breaking ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનના ટ્રાયલ રનને મળી લીલી ઝંડી, વીજળી કે ડીઝલ વગર 75 કિમીની સ્પીડે દોડશે
| Updated on: May 27, 2026 | 5:15 PM
Share

ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. પ્રદૂષણ મુક્ત ગ્રીન એનર્જી તરફ મોટું કદમ વધારીને રેલવે મંત્રાલયે દેશની સૌપ્રથમ હાઇડ્રોજન ગેસથી ચાલતી 10 કોચની ડેમુ ટ્રેનના ટ્રાયલ રનને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. નોર્ધર્ન રેલવે ઝોન હેઠળ શરૂ થઈ રહેલો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો ચહેરો બદલી નાખશે. આ ટ્રેનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પરંપરાગત ડીઝલ કે ઓવરહેડ વીજળીના વાયરો વગર ચાલશે અને ટ્રાયલ દરમિયાન તે 75 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડશે. આવો વિગતવાર જાણીએ કે આ હાઇડ્રોજન ટ્રેનના ટ્રાયલ રનને લઈને કેવો છે રેલવેનો માસ્ટર પ્લાન,

કયા રૂટ પર થશે ટ્રાયલ અને ક્યાં થશે મેઇન્ટેનન્સ?

રેલવેના જણાવ્યા અનુસાર, આ હાઇડ્રોજન ટ્રેનનું પ્રાયોગિક સંચાલન માત્ર હરિયાણાના જીંદથી સોનીપત સેક્શન વચ્ચે જ કરવામાં આવશે. જ્યારે આ ટ્રેનનું સ્પેશિયલ મેઇન્ટેનન્સ દિલ્હીના શકૂરબસ્તી ખાતે કરવામાં આવશે. મેઇન્ટેનન્સ માટે લઈ જતી વખતે ટ્રેનની હાઇડ્રોજન સિસ્ટમને સંપૂર્ણપણે બંધ કરી દેવાશે અને તેને ડીઝલ એન્જિન વડે ખેંચીને દિલ્હી લઈ જવામાં આવશે.

શરૂઆતના 3 મહિના રહેશે ખાસ ટેકનિકલ સ્ટાફ

આ એક સંપૂર્ણપણે નવી ટેકનોલોજી હોવાથી સુરક્ષાના ભાગરૂપે શરૂઆતના પ્રથમ ત્રણ મહિના સુધી ટ્રેનની મુસાફરી દરમિયાન સ્પેશિયલ ટ્રેન્ડ ટેકનિકલ સ્ટાફ ટ્રેનની અંદર જ હાજર રહેશે. આ સ્ટાફ રસ્તામાં આવતી કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી કે કટોકટીની સ્થિતિને તાત્કાલિક સંભાળી લેશે.

કડક સુરક્ષા તપાસ બાદ મળી મંજૂરી

આ ટ્રેનને રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) ની તકનીકી સ્વીકૃતિ અને કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CCRS) ની આકરી સુરક્ષા તપાસ બાદ જ લીલી ઝંડી મળી છે. જોકે, મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે મંજૂરીનો અર્થ એ નથી કે આવતીકાલથી જ સામાન્ય મુસાફરો માટે ટ્રેન શરૂ થઈ જશે. હજુ ઘણા અંતિમ તબક્કાના પરીક્ષણો અને ટ્રાયલ બાકી છે.

આ ઉપરાંત, પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) એ હરિયાણાના જીંદમાં હાઇડ્રોજન ગેસના સ્ટોરેજ અને રિફ્યુલિંગ સ્ટેશન માટે લાયસન્સ આપ્યું છે અને તેની શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

ધૂળ અને માટીથી સેન્સર્સને બચાવવા પડશે

રેલવે મંત્રાલયે ટેકનિકલ પડકારો અંગે જણાવ્યું છે કે હાઇડ્રોજન સિસ્ટમમાં લીક ડિટેક્ટર અને ફ્લેમ ડિટેક્ટર જેવા અત્યંત સંવેદનશીલ સેન્સર્સ લગાવેલા હોય છે. ભારતના વાતાવરણમાં ઉડતી ધૂળ અને માટીના કારણે આ સેન્સર્સ ખરાબ થવાનું જોખમ રહે છે, તેથી રેલવે સ્ટાફ દ્વારા આ સેન્સર્સની નિયમિત સફાઈ અને દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી બનશે. નોર્ધર્ન રેલવે દ્વારા હાલ આ ટ્રેન સંબંધિત કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ અને સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સેવિંગ્સ એકાઉન્ટને ભૂલી જાઓ ! આજના યુગ પ્રમાણે જાણો કયું સુરક્ષિત એકાઉન્ટ આપશે બમણું વળતર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">