Gandhinagar News : દહેગામમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, ઠેર – ઠેર પાણી ભરાયા, જુઓ Video

|

Aug 23, 2024 | 4:17 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. દેહગામમાં એક જ કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. દેહગામમાં એક જ કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નાંદોલ રોડ, પથિકાશ્રમ, મોડાસા રોડ, નહેરુ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા છે. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.મોતીપુરા, સહકારીજીન, છાપરિયા સહિતના વિસ્તારમાં મેઘ મહેર થઈ છે. કાંકણોલ, હરિપુરા કંપા, કાંકણોલ કંપા, હડિયોલમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઢોડા, ગાંભોઈ, આકોદરા, બોરીયા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.વરસાદને લીધે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. સિંચાઈના સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.

 

Next Video