Ahmedabad Talati Exam : તલાટીની પરીક્ષાનો પ્રારંભ, CCTV સામે કોલલેટર અને ઉમેદવારના શુટિંગ બાદ જ પરીક્ષાખંડમાં અપાયો પ્રવેશ, જુઓ Video

| Edited By: | Updated on: May 07, 2023 | 1:02 PM

આજે તલાટીની પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ 8.64 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.તમામ ઉમેદવારોને 11 વાગ્યે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં તમામ ઉમેદવારોના ચેકિંગ કર્યો બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતમાં પેપરલીક અને ડમીકાંડ જેવા કૌભાંડોની હારમાળા વચ્ચે એક મહિનાની અંદર બીજી મોટી અને મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવા જઇ રહી છે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં તલાટીની પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષામાં ગુજરાતભરમાંથી કુલ 8.64 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.તમામ ઉમેદવારોને 11 વાગ્યે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં તમામ ઉમેદવારોના ચેકિંગ કર્યો બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Virat Kohli vs Gautam Gambhir: અમદાવાદમાં બેંગ્લોરની હાર પર મજા લેવાઈ, નવીન ઉલ હક અને ગૌતમ ગંભીરે મળી કોહલી પર તાક્યુ નિશાન!

આ ઉપરાંત સીસીટીવી સામે કોલલેટર અને ઉમેદવારના શુટિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવશે. તલાટીની પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારોને 11: 55 સુધી વર્ગખંડમા પ્રવેશ મેળવ્યો હતો. જેમની પરીક્ષા 12 : 30 કલાકથી 1:30 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાર્થીઓ કોઈપણ ઇલેક્ટ્રિક વસ્તુ કે ચાવી વર્ગખંડમાં નહીં લઇ જઈ શકે. તેમજ પરીક્ષા પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પણ બહાર નહીં નીકળી શકે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 07, 2023 12:17 PM