નરેશ પટેલના દિલ્લી પ્રવાસ બાદ રાજકારણમાં જોડાવાની અટકળો થઇ હતી તેજ, નરેશ પટેલે આ સ્પષ્ટતા કરી
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ શનિવારે દિલ્લીમાં કેટલાક કોંગ્રેસના ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જો કે આ વાત અંગે ખુદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે.
ગુજરાત વિધાનસભા 2022 (Gujarat Legislative Assembly 2022) ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવવો આવી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના ચોગઠાં ગોઠવવામાં વ્યસ્ત બની ગઈ છે. આ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં (Politics) એન્ટ્રી કરશે તેવી અટકળો વહેતી થઈ રહી છે. નરેશ પટેલના દિલ્હી પ્રવાસ બાદ આ અટકળો વધુ તેજ બની છે. જો કે નરેશ પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યુ છે કે મે રાજકારણ અંગે હજુ સુધી કોઇ નિર્ણય કર્યો નથી.
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ શનિવારે દિલ્લીમાં કેટલાક કોંગ્રેસના ઊંચા ગજાના નેતાઓ સાથે બેઠક કરી આવ્યા હોવાની વાતે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. જો કે આ વાત અંગે ખુદ નરેશ પટેલે સ્પષ્ટતા કરી છે. નરેશ પટેલે જણાવ્યુ કે ”દિલ્લીમાં ઔદ્યોગિક મેળો હતો. અમારી એક પાર્ટનર કંપની જર્મનીમાં છે. જેમાંથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવવાના હતા. જેમને મળવા માટે હું ગયો હતો. દસ્તાવેજમાં મારા હસ્તાક્ષરની જરુર હોવાથી મારે દિલ્લી જવાનું થયુ હતુ. જેમાં કોઇ રાજકીય બેઠક થઇ નથી અને કોઇની સાથે વાતચીત થઇ નથી. ”
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં રાજકારણમાં જોડાવા અંગેની વાત કરતા કહ્યુ કે, ”રાજકારણમાં જોડાવા અંગે હજુ સુધી મે કોઇ નિર્ણય કર્યો નથી. જો કે મારી વ્યક્તિગત ઇચ્છા છે કે મારે રાજકારણમાં જોડાવુ જોઇએ, પણ રાજકારણ અંગે યોગ્ય સમયે સમાજ સાથે ચર્ચા કરીશ અને પછી તે અંગે નિર્ણય લઇશ.”
નરેશ પટેલે જણાવ્યુ કે ”ગુજરાતના મહત્વના ગણાતા ભાજપ,કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષ તરફથી મને રાજકારણમાં જોડાવાનું આમંત્રણ મળેલુ છે. જે માટે હું ત્રણેય પક્ષનો આભાર માનું છુ. જો કે હજુ રાજકારણ અંગે મે નિર્ણય લીધો નથી.”
આ પણ વાંચો-
મુખ્યમંત્રીએ ભીલોડાંમાં ડો. અનિલ જોશિયારાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના આપી
આ પણ વાંચો-