મનરેગા કૌંભાડમાં બન્ને પુત્રની ધરપકડ બાદ TV9 ગુજરાતી સમક્ષ રાજીનામુ-કૌંભાડ સહિતના મુદ્દે શું બોલ્યા પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડ ? જુઓ વીડિયો

મનરેગા કૌંભાડમાં બન્ને પુત્રની ધરપકડ બાદ TV9 ગુજરાતી સમક્ષ રાજીનામુ-કૌંભાડ સહિતના મુદ્દે શું બોલ્યા પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડ ? જુઓ વીડિયો

| Edited By: | Updated on: May 20, 2025 | 3:54 PM

દાહોદના મનરેગા કૌંભાડમાં ગુજરાતના પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડના બે પુત્રની ધરપકડ થયા બાદ, ખુદ બચુભાઈ ખાબડ મેદાને આવ્યા છે. TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા તેમણે મંત્રીમંડળમાંથી રાજીનામુ આપવા, મનરેગા કૌંભાડ, બન્ને પુત્ર સહિત અનેક મુદ્દે વાત કરી હતી.

દાહોદના મનરેગા કૌંભાડમાં ગુજરાતના પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થયા બાદ, ખુદ બચુભાઈ ખાબડ મેદાને આવ્યા છે. TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા ગુજરાતના પંચાયત પ્રધાન બચુભાઈ ખાબડે કહ્યું કે,  મનરેગાના કરોડોના કૌંભાડ અંગે કોંગ્રેસ જવાબદાર છે. બચુભાઈએ કહ્યું કે,  મને, મારા સમાજને, મારી પાર્ટીને અને મારી સરકારને બદનામ કરવાનું કોંગ્રેસનું કાવત્રુ છે. દાહોદ જિલ્લામાં કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે. આથી હવે બદનામ કરવાનુ હથિયાર ઉગામ્યું છે. પરંતુ કોંગ્રેસ તેમા સફળ નહીં થાય. હાલ આ સમગ્ર મામલો ન્યાયાધીન છે. અમને કોર્ટ ઉપર સંપૂર્ણ ભરોષો છે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, દાહોદમાં મનરેગામાં મારા પુત્ર જેવી બીજી 35 એજન્સીઓ કાર્યરત છે. તેમનુ કેમ કોઈ નામ નથી લેતુ અને માત્રને માત્ર મારા પુત્રની એજન્સીનું જ નામ લેવાય છે. આવી જ એજન્સીઓ આખા રાજ્યમાં મનરેગામાં અંતર્ગત કામ કરી રહી છે. કેમ બીજા જિલ્લામાં પણ આવી કામગીરી નથી કરાતી.

ગુજરાતના પંચાયત પ્રધાને, મંત્રીમંડળમાંથી રાજીનામા આપવા અંગેના પ્રશ્નના જવાબમા જણાવ્યું કે, રાજીનામાનો વિષય મારો નથી, એમ કહીને,બચુભાઈ ખાબડે ભૂપેન્દ્ર પટેલની સરકારમાંથી રાજીનામુ આપવુ કે ના આપવાના વિવાદથી અળગા રહેવાનો પ્રયાસ કર્યો હતો.

(With input Pritesh Panchal- Dahod)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો