અંબાજીમાં ખેડૂતની માતાજીની આરાધના, 501 દીવડાની મહાઆરતી ઉતારી

નવરાત્રીમાં માં જગદંબાની આરતીનું વિશેષ મહત્વ છે. સામાન્ય પ્રકારે તો સૌ કોઈ માતાજીની આરતી કરે છે. પરંતુ કેટલાક લોકો વિશેષ રીતે માતાજીની આરતી કરતા હોય છે.

નવરાત્રીમાં માં જગદંબાની આરતીનું વિશેષ મહત્વ છે. સામાન્ય પ્રકારે તો સૌ કોઈ માતાજીની આરતી કરે છે. પરંતુ કેટલાક લોકો વિશેષ રીતે માતાજીની આરતી કરતા હોય છે. આવી જ એક વ્યક્તિ છે આણંદના ખેડૂત રોહીત પટેલ. જેઓ છેલ્લા 19 વર્ષથી સાતમના દિવસે અંબાજી મંદિરે 501 દીવડાની આરતી ઉતારે છે. ગત રાત્રે પણ તેમણે 501 દીવડાની આરતી ઉતારી હતી. તેઓ માતાજીના ચોકમાં પોતાના શરીર પર આરતી લઈને માતાજીની આરાધના કરી હતી. આ વખતે ગરબા બંધ હોવા છતાં ખેડૂત પુત્રને માતાજીના ચોકમાં આરતી કરવાની પરવાનગી અપાઈ હતી. જેને પગલે તેણે ખુશી વ્યક્ત કરી. ખેડૂતે કહ્યું કે- સારો વરસાદ થાય અને સારી ખેતી થાય તે માટે તેમણે માનતા માની હતી. જે ફળીભૂત થતા તેઓ આરતી ઉતારવા આવ્યા હતા.

જોકે સાતમા નોરતે 501 દિવાની આરતીના પગલે માં અંબેના ચાચર ચોકમાં મોટા સાઉન્ડ સાથે નહીં, પણ સામાન્ય સ્પીકરો ઉપર ઉપસ્થીત રહેલા ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી. અને જ્યારે નવરાત્રી પુર્ણાહુતી તરફ છે. ત્યારે ખેલૈયાઓએ ગરબા રમવાની મોજ માણી લીધી હતા.

નવરાત્રિમાં લોકો અવનવી રીતે માતાજીને રિઝવવા પ્રયાસ કરતા હોય છે. ત્યારે આણંદના આ ખેડૂતની માતાજીની આરાધના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અને, સતત 19 વર્ષથી તેમની માતાજીની ભક્તિથી લોકો પણ ખાસ્સા પ્રભાવિત થયા છે.

 

આ પણ વાંચો : સાપુતારામાં મહિલાએ પોતાનો અને બાળકનો જીવ બચાવવા ચાલુ કારે લગાવી છલાંગ, વિડીયો વાયરલ

Click on your DTH Provider to Add TV9 Gujarati