લો હવે ગુજરાતમાં મહિલા પોલીસકર્મી પણ નથી સુરક્ષિત, કલોલમાં માથાફરેલા એક શખ્સે GRD મહિલા પર કર્યો એસિડ એટેક- Video

Gandhinagar: રાજ્યમાં દિવસે દિવસે મહિલાઓ પર હુમલાના બનાવો વધી રહ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરના કલોલથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યા કોઈ માથાભારે શખ્સે મહિલા પોલીસ કર્મી પર એસિડ એટેક કર્યો છે.

| Edited By: | Updated on: Jul 18, 2025 | 1:46 PM

રાજ્યના પાટનગર ગાંધીનગરના કલોલ તાલુકામાંથી એક ગંભીર ઘટના સામે આવી છે. કલોલમાં છત્રાલ પોલીસ ચોકી પાસે એક મહિલા પોલીસકર્મી પર કોઈ માથાફરેલા શખ્સે એસિડ એટેક કર્યો છે. ટ્રાફિકનું નિયમનની ફરજ બજાવી રહેલી GRD મહિલા પર એસિડ એટેક થયો છે. ટ્રાફિક નિયમન દરમિયાન વાહન નોપાર્કિંગમાં હોવાનું મહિલા GRDએ કહેતા આરોપીએ એસિડ ફેંક્યુ હતુ. આરોપી શખ્સે નો પાર્કિંગમાં તેનુ વાહન પાર્ક કરેલુ હતુ. GRD મહિલાએ એ શખ્સને નો પાર્કિંગ માંથી વાહન હટાવવાનું કહેતા શખ્સ ઉશ્કેરાઈ ગયો તેની પાસે રહેલુ એસિડ તેના પર ફેંકયુ હતુ. આ હુમલામાં ન માત્ર એક મહિલા પરંતુ તેની સાથે ફરજ પર રહેલી અન્ય ત્રણ મહિલા પણ ઘાયલ થઈ છે. માત્ર પાર્કિંગ જેવી સામાન્ય બાબતે વિવાદ થતા માથાફરેલા શખ્સે મહિલા પર એસિડ એેટેક કરી દીધો, જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

એસિડના વેચાણ પર પ્રતિબંધ છતા કેમ બેરોકટોક મળી રહ્યુ છે?

આ સમગ્ર ઘટના બાદ પોલીસે તાત્કાલિક આરોપી શખ્સને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ગુજરાતમાં મહિલા સુરક્ષાના મસમોટા દાવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવે છે. સવાલ એ પણ છે કે સમગ્ર રાજ્યમાં એસિડ જેવી જલદ વસ્તુઓની પરવાનગી વિના વેચાણ પર પ્રતિબંધ છે તો આ શખ્સ એસિડ ક્યાંથી લાવ્યો, ક્યા લઈને જઈ રહ્યો હતો? શું અગાઉની કોઈ અદાવત રાખી મહિલા પર ફેંકવા માટે જ એસિડ લાવ્યો હતો કે કેમ તે પણ મોટો સવાલ છે. આ ઘટના બાદ લોકોમાં ભયનું મોજુ ફેલાયુ છે. એસિડ એટેકની આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓ સામેના વધતા હિસાના બનાવોને ઉજાગર કરી રહી છે.

Input Credit- Himanshu Patel- Gandhinagar

જામનગરના જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ- Video