AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લીઃ અપહરણ કરી યુવતીની હત્યા કરવા મામલે રાજસ્થાનના યુવકને આજીવન કેદની સજા

અરવલ્લીઃ અપહરણ કરી યુવતીની હત્યા કરવા મામલે રાજસ્થાનના યુવકને આજીવન કેદની સજા

| Updated on: Mar 01, 2024 | 10:23 AM
Share

અરવલ્લી જિલ્લાના મેઘરજમાંથી એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ અને તેની હત્યા કરી તેની લાશ ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. ઘટનામાં પોલીસે તપાસ ઙાથ ધરતા આરોપી હત્યારાને ઝડપી લઈને જેલના હવાલે કર્યો હતો. મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી હત્યારાને આજીવન કેદની સજા ફટકારી છે.

મોડાસા એડિશનલ સેશન કોર્ટમાં હત્યા કેસ ચાલી જતા આરોપીને આજીવન કેદ કરવાનો હુકમ કર્યો છે. મેઘરજના મોટી પંડુલીની 21 વર્ષીય યુવતી મનિષા જયંતીહબાઈ ડેડુણનું અપહરણ થયુ હતુ. અપહરણ બાદ યુવતીની લાશ બેડજના ડુંગર વિસ્તારમાંથી મળી આવી હતી. યુવતીની લાશ ડુંગરના જંગલ વિસ્તારમાં એક ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી.

આ પણ વાંચો: સાબરડેરીની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો, 15 બેઠક બિનહરીફ, BJP તરફી ઉમેદવારો વિજયી

લટકતી લાશ જોઇને મામલો આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો હોવાનું જણાતા એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી હતી. મેઘરજ પોલીસે તપાસ કરતા આરોપી કિરણ મનોહરલાલ ભગોરા સુધી પહોંચી હતી. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વિરપુરના આરોપીને પોલીસે ઝડપી લઈને તપાસ શરુ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આ અંગેનો કેસ મોડાસા કોર્ટમાં ચાલી જતા તેને આજીવન કેદની સજાનો હુકમ કરાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">