Vadodara Video : ખાનગી ફૂડ કંપનીનો એકાઉન્ટન્ટ ખાઈ ગયો 69.18 લાખ રુપિયા, ભાંડો ફૂટતા ગણ્યા જેલના સળિયા
વડોદરામાં ખાનગી કંપનીના લાખો રૂપિયાની ઉચાપત કરનારો એકાઉન્ટન્ટ પોલીસના સકંજામાં આવી ગયો છે. ખાનગી ફૂડ પ્રોડક્ટ કંપનીનું એકાઉન્ટ સંભાળતા અર્પિત માલાણી નામના એકાઉન્ટન્ટે કંપનીના 69.18 લાખ રૂપિયા પોતાના અને પત્ની મોનિકા માલાણીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.તેને હતું કે કોઈને ખબર નહીં પડે પરંતુ કંપનીના માલિકને આર્થિક ગોટાળાની શંકા જતાં ઓડિટ કરાવ્યું હતું.
Vadodara : વડોદરામાં ખાનગી કંપનીના લાખો રૂપિયાની ઉચાપત કરનારો એકાઉન્ટન્ટ પોલીસના સકંજામાં આવી ગયો છે. ખાનગી ફૂડ પ્રોડક્ટ કંપનીનું એકાઉન્ટ સંભાળતા અર્પિત માલાણી નામના એકાઉન્ટન્ટે કંપનીના 69.18 લાખ રૂપિયા પોતાના અને પત્ની મોનિકા માલાણીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
તેને હતું કે કોઈને ખબર નહીં પડે પરંતુ કંપનીના માલિકને આર્થિક ગોટાળાની શંકા જતાં ઓડિટ કરાવ્યું હતું. જેમાં 69.18 લાખ રૂપિયા એકાઉન્ટન્ટ અને તેની પત્નીના ખાતામાં ટ્રાન્સફર થયાનું જણાઈ આવતાં કંપનીના માલિકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે એકાઉન્ટન્ટ અર્પિત માલાણીની ધરપકડ કરી છે.
તો આ તરફ વડોદરામાં વડોદરાના શિનોરના સાધલી ગામમાં MGVCLના કર્મચારીઓની ગંભીર બેદરકારીને કારણે લોકોને તહેવારના દિવસે જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.MGVCLના કર્મચારીઓને બેદરકારીથી અડધું ગામ પીવાના પાણીથી વંચિત રહ્યું છે. સાધલી ગામના વનકુટિર પાસે MGVCLના કર્મચારીઓએ JCB મશીનથી ખોદકામ કર્યું હતુ.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
