Vadodara : મેડિકલ કોલેજની હોસ્ટેલમાં 10થી વધુ વિદ્યાર્થીને ડેન્ગ્યૂ, 25થી વધુ વિદ્યાર્થીઓ તાવ-ટાઇફોઇડથી બીમાર, જૂઓ Video
વડોદરા મેડિકલ કોલેજની (Medical College) કોઠી રોડ સ્થિત હોસ્ટેલમાં પણ ડેન્ગ્યુની એન્ટ્રી થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે. મળતી વિગતો પ્રમાણે પાંચ જેટલા મેડિકલ સ્ટુડન્ટસને ડેન્ગ્યુ થતા ભાવિ ડોકટરોમાં ચિંતાનો માહોલ છે.બીજાને દવા આપતા ભાવિ ડોકટરોને જ હવે દવા લેવાનો વારો આવ્યો છે.
Vadodara : વડોદરામાં ચોમાસાની (Monsoon 2023) ઋતુમાં ઠેર-ઠેર મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.ખાસ કરીને ડેન્ગ્યૂના (Dengue) રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. વડોદરા મેડિકલ કોલેજની (Medical College) કોઠી રોડ સ્થિત હોસ્ટેલમાં પણ ડેન્ગ્યુની એન્ટ્રી થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે. મળતી વિગતો પ્રમાણે પાંચ જેટલા મેડિકલ સ્ટુડન્ટસને ડેન્ગ્યુ થતા ભાવિ ડોકટરોમાં ચિંતાનો માહોલ છે. બીજાને દવા આપતા ભાવિ ડોકટરોને જ હવે દવા લેવાનો વારો આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે 10 તબીબી વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ થયો છે. જ્યારે 25થી વધુ તબીબી વિદ્યાર્થીઓ તાવ અને ટાઇફોઇડનો ભોગ બન્યા છે. એવી માહિતી મળી છે કે, મેડિકલ હોસ્ટેલમાં પાણીની એક પાઈપ લીકેજ હોવાના કારણે પાણી ભરાયુ હતુ. અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હતો. હોસ્ટેલ સત્તાધીશોએ વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગની પણ મદદ લીધી હતી અને મચ્છર મારવાના પાવડરનો છંટકાવ કર્યો હતો.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
