Accident Video: બનાસકાંઠાના દાંતીવાડાના વાગરોલ નજીક અકસ્માત, 4 લોકોના મોત
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતાવાડાના વાગરોલ ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બાઇક સવાર ત્રણ વ્યક્તિ ઉપરાંત કારમાં સવાર એક વ્યક્તિનું પણ મોત થયું છે. જો કે આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતાવાડાના વાગરોલ ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બાઇક સવાર ત્રણ વ્યક્તિ ઉપરાંત કારમાં સવાર એક વ્યક્તિનું પણ મોત થયું છે. જો કે આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. તેમજ રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું હતું. જેમાં મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે દાંતીવાડા હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે આ અકસ્માતને પગલે દાંતીવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Kutch પોલીસને મળી મોટી સફળતા, આધુનિક સાધનો સાથે લૂંટને અંજામ આપે તે પૂર્વે 40 લાખની લૂંટ કરનાર ત્રિપુટી ઝડપાઇ