Breaking Video: સમી-શંખેશ્વર રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, મિની ટ્રકની પાછળ કાર ઘુસી જતા 3 લોકોના મોત
પાટણના સમી-શંખેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માત મિની ટ્રક અને કાર વચ્ચે થયો છે. અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. મિની ટ્રકની પાછળ કાર ઘુસી જતા સર્જાયો અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા છે. મળતી માહિતી અનુસાર 3 યુવકો રાધનપુરના વતની હોવાનો ખુલાસો થયો છે.
Patan : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યાં જ અકસ્માતની વધુ એક ઘટના પાટણમાં બની છે. પાટણના સમી-શંખેશ્વર રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માત મિની ટ્રક અને કાર વચ્ચે થયો છે. અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. મિની ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા છે. મળતી માહિતી અનુસાર 3 યુવકો રાધનપુરના વતની હોવાનો ખુલાસો થયો છે.
આ પણ વાંચો : Patan Video : સુજાણપુરમાં તિરંગા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, એસિડ પી વિદ્યાર્થીએ ટુંકાવ્યું જીવન
તો બીજી તરફ આજે અમદાવાદના જુહાપુરા સરખેજ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રકચાલકે એક્ટિવાચાલકને એડફેટે લેતાં એક મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માતની વાત કરીએ તો એક્ટિવાચાલકની પત્ની પર ટ્રકનું ટાયર ફરી વળ્યું જેના પગલે તેનું ભર્યુ મોત થયું છે. મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે. એમ ટ્રાફિક પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી છે.
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો