Banaskantha : ડીસા-રાધનપુર હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત, એકનું મોત, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠાના ડીસા-રાધનપુર હાઈવે પર આવેલા થરા બ્રિજ નજીક ડમ્પર અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠાના ડીસા-રાધનપુર હાઈવે પર આવેલા થરા બ્રિજ નજીક ડમ્પર અને ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. ડમ્પર અચાનક ઉભુ રહી જતા પાછળથી આવી રહેલું ટ્રેલર અથડાયુ હતુ. ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા ટ્રેલરચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. રસ્તા પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે ટ્રાફિક ક્લિયર કરાવીને તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢ મેદરડા નજીક કાર નદીમા ખાબકી
બીજી તરફ જૂનાગઢ મેદરડા નજીક કાર નદીમા ખાબકી. કારમા સવાર પાંચ મિત્રોમાથી બે મિત્રોના ઘટના સ્થળે મોત થયા છે. અન્ય ત્રણ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મેદરડાના ગઢાળી ગામે મિત્રના લગ્ન પ્રસંગે મિત્રો આવ્યા હતા. ગઈ કાલે લગ્નની ખરીદી કરવા પાંચ મિત્રો કાર લઈને નીકળ્યા હતા. ગઢાળી નજીક વળાંકમા કાર નદીમાં ખાબકી હતી.