Accident Breaking : સુરતના મહુવા નજીક લકઝરી બસને નડ્યો અકસ્માત, ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત, જૂઓ Video

| Edited By: | Updated on: Aug 16, 2023 | 11:34 AM

મળતી માહિતી પ્રમાણે યાત્રાળુઓ ભરેલી આ ખાનગી લકઝરી બસ ગાંધીનગરથી શિરડી જઈ રહી હતી. આ દરમિયાન મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે પર વહેવલ ગામ નજીક બસચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને પુલની રેલિંગ તોડીને બસ અડધી નીચે જતી રહી હતી.

Surat : સુરતમાં થયેલા એક અકસ્માતમાં (Accident) મોટી જાનહાની થતા રહી ગઇ છે. સુરતના મહુવા નજીક લકઝરી બસને અકસ્માત નડ્યો છે. જો કે સદનસીબે જાનહાનિ ટળી છે, જો કે ઘટનામાં 4થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

આ પણ વાંચો-Breaking News : કચ્છમાં એક સપ્તાહમાં બીજી વાર આવ્યો ભૂકંપ, ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કીમી દૂર નોંધાયું

મળતી માહિતી પ્રમાણે યાત્રાળુઓ ભરેલી આ ખાનગી લકઝરી બસ ગાંધીનગરથી શિરડી જઈ રહી હતી. આ દરમિયાન મહુવા-અનાવલ સ્ટેટ હાઈવે પર વહેવલ ગામ નજીક બસચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને પુલની રેલિંગ તોડીને બસ અડધી નીચે જતી રહી હતી. જોકે સામેની બાજુ રસ્તો હોવાથી બસ પુલ પર ફસાઈ ગઈ હતી.

અકસ્માતની ઘટનાને લઈ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે તમામ લોકોને બસમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે ઘટનામાં ચારથી પાંચ લોકોની નાની મોટી ઇજાઓ પહોંચી છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસ પર સ્થળ પર પહોંચી ગઈ હતી.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 16, 2023 11:32 AM