AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે અક્સ્માત, એકનું મોત, 25 થી વધારે ઈજાગ્રસ્ત

Gujarati Video : નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે અક્સ્માત, એકનું મોત, 25 થી વધારે ઈજાગ્રસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 2:14 PM
Share

નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર ગંભીર અક્સ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ખૂડવેલ ગામના વળાંક નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત થતા બસચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

Navsari : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર ગંભીર અક્સ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ખૂડવેલ ગામના વળાંક નજીક બે સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત થતા બસચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. પીપલખેડ જતી મીની બસ અને ઉમરકુઈ જતી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : Navsari: નવસારીમાં બાળકોને કરંટ લાગવાની ઘટનામાં MLA અનંત પટેલ આક્રમક, બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ માટે કરી માગ, જુઓ Video

નવસારીના ચીખલી ખાતે ગામના વળાંક પાસે બે બસો વચ્ચે અકસ્માત સર્જવાની ઘટના બની છે. જોકે આ અકસ્માત કયા કારણસર થયો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે ગમખ્વાર અકસ્માતમાં મીની બસના ડ્રાઇવર વિજય નારણ આહીરનો પગ કેબિનમાં કચડાઈ ગયો હતો. જેને ટ્રેક્ટર વડે બહાર કાઢી સારવાર માટે ખસેડાતા બસ ચાલકનું મોત થયું હતું.

અકસ્માતના બનાવને કારણે બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તાત્કાલીક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">