વાસદના રાજુપુરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર અકસ્માત, 3ના મોત

|

Nov 05, 2024 | 8:29 PM

Vasad Rajupura Bullet Train Project Accident : પિલરની વચ્ચે રાખવામાં આવેલા બ્લોક એકાએક તુટી પડતા કામ કરી રહેલા મજૂરો તેમા દટાઈ ગયા હતા. શરૂઆતમાં દટાયેલા બે મજૂરોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા એક મજૂરે દમ તોડી નાખ્યો હતો.

વાસદ રાજુપુરા પાસે બુલેટ ટ્રેનના ચાલી રહેલા કામકાજ સાઈટ પર આજે સાંજે એક અકસ્માત સર્જાયો હતો. બુલેટ ટ્રેન માટે બની રહેલ પિલરની વચ્ચે રાખવામાં આવેલા બ્લોક તુટ્યા હતા. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર ચાર મજૂરો દટાયા હતા. આ અકસ્માતમાં કુલ ત્રણ જણાના મોત થયા છે.

પિલરની વચ્ચે રાખવામાં આવેલા બ્લોક એકાએક તુટી પડતા કામ કરી રહેલા મજૂરો તેમા દટાઈ ગયા હતા. શરૂઆતમાં દટાયેલા બે મજૂરોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા એક મજૂરે દમ તોડી નાખ્યો હતો. દરમિયાન આણંદ ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યાનુસાર, બ્લોક વજનદાર છે. જેને હટાવતા સમય લાગે તેમ છે. આ બ્લોકની નીચે બે મજૂર હજુ પણ દટાયેલી હાલતમાં છે. આ બન્ને મજૂરો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે.

વાસદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેનના ચાલી રહેલા કામકાજ સાઈટ પર અકસ્માત થયાની જાણ થતા જ, પોલીસ, ફાયર બ્રિગેડ અને રેલવેના અધિકારીઓ તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકો ત્વરિત પહોચ્યા હતા અને બચાવ તેમજ રાહત કામગીરી હાથ ધરી હતી.

Published On - 8:28 pm, Tue, 5 November 24

Next Video