ABVP ની રેલીમાં નિયમોનો ઉલાળ્યો: વટ પાડવા કાર્યકરોએ લોકોના જીવ મુક્યા જોખમમાં, રાજકોટ પોલીસનું મૌન

ABVP ની રેલીમાં નિયમોનો ઉલાળ્યો: વટ પાડવા કાર્યકરોએ લોકોના જીવ મુક્યા જોખમમાં, રાજકોટ પોલીસનું મૌન

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 3:26 PM

Rajkot: રાજકોટમાં રેલી દરમિયાન એબીવીપીના કાર્યકરો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. અને લોકોના જીવ જોખમમાં મુકે એવી ઘટના સર્જી હતી.

Rajkot: ઘણીવાર જોવા મળતું હોય છે કે કોઈ પક્ષ કે પાર્ટી દ્વારા નિયમોનો ભંગ થતો હોય અને તંત્ર સામે જોઈ રહ્યું હોય. તો કાયદો પણ આવા કેસમાં મૂંગા મોઢે દ્રશ્યો નિહાળે આવું પણ બને છે. ત્યારે આવા જ દ્રશ્યો રાજકોટમાં પણ સર્જાયા છે. અહીનો વિડીયો વાયરલ થયા બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ વિડીયો ABVPની રેલીનો છે.

વાત જાણે એમ છે કે રાજકોટમાં ABVPની રેલી યોજાઈ હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેનું કારણ છે કે વિદ્યાર્થી નેતાઓએ રેલીમાં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે વિડીયોમાં જોવા મળે છે એક ABVP ના એક વિદ્યાર્થી નેતાની ગાડી પુરપાટ ઝડપે ભાગી રહી છે. તો આવામાં આ ડ્રાઈવર ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં બેફામ કાર ચલાવી રહ્યો છે.

એટલું જ નહીં પરંતુ અહીં ABVP ના નેતાઓ પોતાનું જોર બતાવતા પણ જોવા મળ્યા હોવાની વાત સામે આવી છે. આ રેલીમાં કોટેચા ચોકમાં રોડ વચ્ચે કાર ઉભી રાખી ટ્રાફિકજામ કર્યો હોવાની ઘટના ઘટી હતી. આવામાં પ્રશ્ન એ થાય છે કે સામાન્ય નિયમ ભંગમાં પણ સામાન્ય માણસના છોતરા કાઢી નાખતી પોલીસ અહીં કેમ ચુપ છે. રાજકોટ પોલીસ આ બાબતે શું પગલા ભારે છે, કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એ તો જોવું જ રહ્યું.

 

આ પણ વાંચો: પેપર લીકનો મસમોટો ગુનાહિત ઈતિહાસ ધરાવનારને કેમ અપાયું પેપર છાપવાનું કામ? મુદ્રેશ પર કોના છે ચાર હાથ?

આ પણ વાંચો: રાજ્યમાં 78 PSIની PI તરીકે કરવામાં આવી બઢતી, જાણો કયા વિસ્તારના અધિકારીને મળ્યું પ્રમોશન

Published on: Dec 22, 2021 12:59 PM
g clip-path="url(#clip0_868_265)">