આમ આદમી પાર્ટીની ચિમકી, હવે એક પણ કેસ કરાશે તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય

| Edited By: | Updated on: Dec 22, 2024 | 5:45 PM

ઉત્તર ગુજરાતમાં ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપના નેતાઓનો ઝભ્ભો પકડીને લોકોનું કરોડોનું ફેલેકુ ફેરવી નાખ્યું છે. પરંતુ દેશના વિભિન્ન રાજ્યોમાં નાર્કોટિક્સ પકડી પાડનાર ગુજરાતની પોલીસ, ભૂપેન્દ્ર ઝાલાને આજ દિવસ પકડી શકતી નથી. ભૂપેન્દ્ર ઝાલાની સાથે સંકળાયેલા ભાજપના નેતાઓને ત્યાં કેમ ED, CBI ના દરોડા પડતા નથી ?

લોકસભાની ચૂંટણી બાદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રીય થઈ રહી છે. આજે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતમાં વણસી રહેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીની બેઠક બાદ, પત્રકારોને સંબોધતા, ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ, ભાજપને ચિમકી આપી હતી. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર સરકાર દ્વારા ખોટા કેસ કરવામાં આવે છે. હવે પછી જો એક પણ ખોટો કેસ કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય પ્રધાન અને રાજ્ય સરકારના પ્રધાનોના જાહેર કાર્યક્રમ યોજવા દેવામાં નહીં આવે.

આમ આદમી પાર્ટીની બેઠકમાં ગુજરાતમાં વણસી રહેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરીને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. દુષ્કર્મના કેસમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ સંડોવાયેલા હોવાનું સામે આવે છે, પરંતુ નેતાઓ કોઈના કહેવાથી છુટી જતા હોવાનો આક્ષેપ કરાયો છે.

ઉત્તર ગુજરાતમાં ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપના નેતાઓનો ઝભ્ભો પકડીને લોકોનું કરોડોનું ફેલેકુ ફેરવી નાખ્યું છે. પરંતુ દેશના વિભિન્ન રાજ્યોમાં નાર્કોટિક્સ પકડી પાડનાર ગુજરાતની પોલીસ, ભૂપેન્દ્ર ઝાલાને આજ દિવસ પકડી શકતી નથી. ભૂપેન્દ્ર ઝાલાની સાથે સંકળાયેલા ભાજપના નેતાઓને ત્યાં કેમ ED, CBI ના દરોડા પડતા નથી ? હવે એસપી દ્વારા આમ આદમી પાર્ટીને બદનામ કરવા ગૃહ વિભાગે રમત રમવાનુ શરુ કર્યુ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.